બોમ્બે સ્ટાઇલ ભાજીપાવ(Bombay Style Bhajipau Recipe In Gujarati)

Dipti Pujara
Dipti Pujara @cook_26168019

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. 150 ગ્રામફ્લાવર
  2. 150 ગ્રામવટાણા
  3. 1 નંગ કેપ્સિકમ મોટુ
  4. 4 નંગબટેટા
  5. 250 ગ્રામટામેટાં
  6. 150 ગ્રામડુંગળી
  7. 10-12 કળી લસણ
  8. 1 ચમચીસંચળ
  9. 1/2 ચમચીજીરૂ પાઉડર
  10. 2 ચમચીપાવભાજી એવરેસ્ટ મસાલા
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 2 ચમચા તેલ
  13. 1 ચમચો બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા અને કેપ્સીકમ, ફ્લાવર, વટાણા બધા જ શાક સુધારવા.

  2. 2

    કુકરમાં શાક નાખી તેમાં મીઠું અને હળદર નાંખવા અને પાંચ સીટી વગાડવી.

  3. 3

    ડુંગળી અને ટામેટાંને એકદમ ઝીણા સમારવા તેમજ લસણને પીસવું.

  4. 4

    તેલ અને બટર ગરમ કરો પછી તેમાં ડુંગળી સાંતળવી.

  5. 5

    ડુંગળી ચડી જાય પછી ત્યારબાદ તેમાં ટામેટાં નાખવા અને તેની સાથે લસણની પેસ્ટ નાખવી પંદર-વીસ મિનિટ તેને બરોબર હલાવવું.

  6. 6

    તેમાંથી તેલ છૂટું પડે અને બધું ચડી જાય ત્યારે તેમાં સંચળ, જીરુ પાઉડર, એવરેસ્ટ પાઉભાજી મસાલો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.

  7. 7

    બધો મસાલો મિક્સ કરી પછી તેમાં બધુ બાફેલું શાક નાખું અને બધું જ મિક્સ કરો.

  8. 8

    હવે તૈયાર થઈ તમારી બોમ્બે સ્ટાઇલ પાંવભાજી તેના ઉપર તમે કાજુ, કોથમરી અને બટર દ્વારા ડેકોરેટ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Pujara
Dipti Pujara @cook_26168019
પર

Similar Recipes