મુંબઈ સ્ટાઇલ પાઉભાજી(Mumbai Style Paubhaji Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

શિયાળામાં આવતા તાજા શાકભાજી જોઈને ખરીદવાનું મન થઇ જાય અને ઘરના બધાં સભ્યો આ શાકભાજી પ્રેમથી ખાય એટલે કઈ વાનગી બનાવીએ કે બધાં પ્રેમ થી ખાય અને ત્યારે પાઉંભાજી નું નામ જ યાદ આવે ખરું ને
તો ચાલો આજે પાઉંભાજીની વાત કરી છે તો એની બનાવવાની રીત જાણીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 ક્લાક
3 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામઝીણી સમારેલી ડુંગળી
  2. 400 ગ્રામઝીણા સમારેલ ટામેટા
  3. 250 ગ્રામ બટેટા
  4. 100 ગ્રામ વટાણા
  5. 2 નંગલીંબુ
  6. જરૂર મુજબ કોથમરી
  7. 1 નંગકેપ્સીકમ
  8. 2 નંગડુંગળી
  9. 10 નંગ લસણ ની કળી
  10. 100 ગ્રામબટર
  11. જરૂર મુજબ મસાલા માં લાલ મરચા પાઉડર, ધાણાજીરું,હળદર, પાઉંભાજીનો મસાલો
  12. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

1 ક્લાક
  1. 1

    બટેટા અને વટાણા બાફી લો.
    બફાય જાય અને કુકર ખોલીએ એ દરમ્યાન  ડુંગળી, ટામેટાં,કેપ્સીકમ એકદમ બારીક  કાપીને તૈયાર કરી   લઈએ

  2. 2

    લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ. મોટા લોયા બટર મૂકી ગરમ કરવા મુકીએ

  3. 3

    પહેલા લસણની પેસ્ટ અને ડુંગળી નાંખીએ ૪ થી ૫ મીનીટ સાતળી લીધા બાદ તેમાં કેપ્સીકમ અને ટામેટાં નાંખી ચઢવા દઈએ

  4. 4

     હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું,હળદર,પાઉંભાજીનો મસાલો,મીઠું નાંખી ને એકદમ મિલાવો
    એક પેનમાં થોડું તેલ ને ઘી મૂકી વટાણા ને સાંતળી લઈએ   ત્યારબાદ બાફેલા શાકભાજીને  છુંદો કરી લોયામાં નાંખી વટાણા પણ નાંખી દો અને એકદમ મિલાવો,

  5. 5

    નાના બન બટરમાં શેકી,બટર મસાલા પાવ,કોથમરી,લીંબુ,ટામેટાં,ડુંગળી,રોટલો સાથે  ગરમ ભાજી  પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes