જાદરીયું

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

આ ખુબ જ વિસરાતી પરંપરાગત ગુજરાતી વાનગી છે. ખુબ જ પૌષ્ટિક વાનગી છે.
#સપ્ટેમબર
#વિસરાતી_વાનગી
#પરંપરાગત
#cookpadindia

જાદરીયું

2 કમેન્ટ્સ કરેલ છે

આ ખુબ જ વિસરાતી પરંપરાગત ગુજરાતી વાનગી છે. ખુબ જ પૌષ્ટિક વાનગી છે.
#સપ્ટેમબર
#વિસરાતી_વાનગી
#પરંપરાગત
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧+૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપશેકેલો ઘઉં નો પૌંક
  2. ૨ કપદુધ
  3. ૧ કપગોળ
  4. ૧/૨ કપઘી

રાંધવાની સૂચનાઓ

૧+૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌંક ને મિક્સર જાર માં લઈ ક્રશ કરી લો. અહીં મે અધકચરા વાટેલ છે. તમે લોટ જેવુ પણ પીસી શકો છો.

  2. 2

    એક વાસણ માં પીસેલી પૌંક લઈ લો. દુધ ઉમેરી બધુ જ બરાબર હલાવી લો. ઢાંકી ને ૧ કલાક પલડવા દો.

  3. 3

    ૧કલાક માં બધુ જ દુધ સોસાય જશે અને પૌંક સરસ ફુલી જશે.

  4. 4

    એક કડાઈ માં ઘી ગરમ કરી ગોળ ઉમેરો. ગોળ સરસ ફુલી જાય અને એક ઉભરો આવે ત્યારે ગેસ ધીમો કરી પલાળેલું પૌંક નુ મિશ્રણ ઉમેરી બધુ જ બરાબર હલાવી લો. ઢાંકી ને ૧૦ મિનિટ અેકદમ ધીમા તાપે થવા દો.

  5. 5

    બધુ જ ધી બરાબર છુટી જશે. જાદરીયું એકદમ તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરો. તમે થાળીમાં પાથરી ચોસલા પણ પાળી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes