લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

આ આખી રેસીપી મેં અહીં ડાયેટીંગ માં લઇ શકાય તેવી બનાવી છે. તો તળેલાની જગ્યાએ શેકેલા ભૂંગળા લીધા છે. અને એક ચમચી તેલમાં બહુ જ આસાન રીતથી જલ્દીથી બની જાય તેવા લસણિયા બટાકા બનાવ્યા છે. અને બન્યા પછી એટલા સ્વાદિષ્ટ લાગે છે કે તેલ નથી એનો ખ્યાલ જ નથી આવતો.

ભાવનગરના ખૂબ જ ફેમસ એવા ભૂંગળા-બટાકા માં તળેલા ભૂંગળા સાથે લસણના સ્વાદવાળા મસાલેદાર બટાકા ખવાય છે. જેમાં બટાકા બહુ પાણી ના હોય તેવા સૂકા મસાલાથી બને છે. તેવા જ સૂકા મસાલેદાર બટાકા અહીં મેં બનાવ્યા છે.

#સાઇડ
#ટ્રેન્ડિગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩૫૦ ગ્રામ નાની બટાકી
  2. ૧૫-૨૦ કળી લસણ
  3. ૧ ચમચીતેલ
  4. ૨ ટેબલ સ્પૂનફોતરા કાઢેલી ખારી શીંગ
  5. ૧ ટીસ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  6. ૧+૧/૨ ટેબલ ચમચી કાશ્મીરી લાલ મરચું
  7. ૧ ટીસ્પૂનધાણાજીરુ પાઉડર
  8. ૧/૪ ટીસ્પૂનહળદર
  9. ૧/૨ ટીસ્પૂનલીંબુ નો રસ
  10. ચપટીહીંગ
  11. ૫૦ ગ્રામ કાચા ભૂંગળા (મીઠા કે ઓવન માં શેકેલા)
  12. ૨ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બટાકીને ધોઇ ને મીઠું નાખી મિડિયમ તાપે ૨ વ્હીસલ આવે ત્યાં સુધી કુકર માં બાફી લો. બટાકી પૂરી ચઢેલી પણ સાધારણ કડક રહે તેવી બાફવી. બફાઇ જાય એટલે ઠંડી કરી છાલ નીકાળી લો.

  2. 2

    હવે મિક્સરના જારમાં ખાલી ખારી શીંગ લઇ પીસી લો. પછી તેમાં નાના ટુકડા કરેલું લસણ, મીઠું, હળદર, જીરુ પાઉડર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર નાખી, પીસીને ચટણી કે પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે એક કઢાઇમાં પહેલા બધી બાફેલી બટાકીને શેકી લો. પછી બટાકી બીજી પ્લેટમાં લઇ એજ કઢાઇમાં તેલ ગરમ મૂકો. હીંગ નાખી લસણની પેસ્ટ ઉમેરો. એક મિનિટ માટે સાંતળો. પછી ૨ ટેબલ ચમચી જેટલું પાણી નાખો જેથી મસાલો બળી ના જાય.

  4. 4

    સહેજ તેલ અલગ થાય એટલે બટાકી ઉમેરી હલાવી ૧ મિનિટ માટે થવા દો. પછી ગેસ પરથી લઇ લો.

  5. 5

    ઉપરથી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી હલાવી લો. ગરમ જ ક્રિસ્પી ભૂંગળા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes