પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#GA4 #Week1 #punjabi
આપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 નંગટામેટા
  2. 1 વાટકીફ્લાવર
  3. 1 નંગ નાનો બટાકો
  4. 1/2 વાટકીફણસી
  5. 1 નંગ ડુંગળી
  6. 1 નંગ કેપ્સીકમ
  7. 1/2 વાટકીગાજર
  8. 3-4 નંગ મરી
  9. 2-3 નંગ લવિંગ
  10. 1 ચમચીકિચન કિંગ મસાલો
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીહળદર
  13. 2 ચમચીધાણજીરૂ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 2 મોટા ચમચાતેલ
  16. 4-5 નંગ કાજુ
  17. 2 ચમચીમગજતરી ના બી
  18. 1 ઇંચટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફ્લા ના ફૂલ છૂટા કરી લો. ફણસી, ગાજર, કેપ્સીકમ અને બટાકા ને ટુકડા કરી લો.

  2. 2

    કઢાઈ મા તેલ મૂકી તેમાં પહેલા કેપ્સીકમ તળી લો. હવે બાકીના શાક ઉમેરી તેને પણ તળી લો. પ્લેટ માં કાઢી લો.

  3. 3

    એક વાસણ માં ટામેટા ના ટુકડા, આદુ, કાજુ, મગજતરી ના બી ઉમેરી, એક નાની વાટકી પાણી ઉમેરી બરાબર ચઢી જવા દો. ટામેટાં નરમ થઇ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડે એટલે તેને મિક્સર માં લઇ પેસ્ટ બનાવી લો.

  4. 4

    કઢાઈ માં બચેલા તેલ માં આ પેસ્ટ ઉમેરી સાંતળો.

  5. 5

    સંતળાઈ જાય એટલે તેમાં મીઠું, મરચું, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાઉડર, હળદર ઉમેરી મિક્સ કરી ઉકળવા દો.

  6. 6

    જેટલી ઘટ્ટ ગ્રેવી તૈયાર કરવી હોય તે અનુસાર પાણી ઉમેરી ઉકળવા દો. તેલ છૂટું પડે એટલે તૈયાર કરેલ શાક ઉમેરી દો.

  7. 7

    બે મિનિટ ઢાંકણ ઢાંકી ને ચઢવી લો.

  8. 8

    તો તૈયાર છે પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

Similar Recipes