બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#ટ્રેડિંગ
#week1
#બટર_પાઉં_ભાજી ( Butter Paav Bhaaji Recipe in Gujarati )
#Restaurant_style_Butter_Paav_Bhaaji
બટર પાવ ભાજી એ નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે. આ બટર પાવ ભાજી તો દેશ વિદેશ માં પ્રખ્યાત છે. મસાલાના ખાસ મિશ્રણમાં રાંધેલા અને નરમ માખણના પાવ સાથે પીરસાયેલી મિક્સ શાકભાજીની એક મસાલેદાર કરી, કોઈપણ ભારતીય ખોરાક પ્રેમીનું સ્વપ્ન છે. બાફેલી અને છૂંદેલા શાકાહારી તેને સરળ અને ચંકી ટેક્સચર આપે છે જ્યારે ખાસ રીતે મિશ્રિત માખણ પાવ ભાજી મસાલા તેને એક અનિવાર્ય, માઉથ વોટરરીંગ સુગંધ અને સ્વાદ આપે છે.

બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)

#ટ્રેડિંગ
#week1
#બટર_પાઉં_ભાજી ( Butter Paav Bhaaji Recipe in Gujarati )
#Restaurant_style_Butter_Paav_Bhaaji
બટર પાવ ભાજી એ નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે. આ બટર પાવ ભાજી તો દેશ વિદેશ માં પ્રખ્યાત છે. મસાલાના ખાસ મિશ્રણમાં રાંધેલા અને નરમ માખણના પાવ સાથે પીરસાયેલી મિક્સ શાકભાજીની એક મસાલેદાર કરી, કોઈપણ ભારતીય ખોરાક પ્રેમીનું સ્વપ્ન છે. બાફેલી અને છૂંદેલા શાકાહારી તેને સરળ અને ચંકી ટેક્સચર આપે છે જ્યારે ખાસ રીતે મિશ્રિત માખણ પાવ ભાજી મસાલા તેને એક અનિવાર્ય, માઉથ વોટરરીંગ સુગંધ અને સ્વાદ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧ કપબટાકા નાના સમારેલા
  2. ૩/૪ કપ ફણસી
  3. ૧ કપફૂલેવર
  4. ૧ કપલીલા વટાણા
  5. ૧ ટેબલ સ્પૂનનમક
  6. ૩-૪ કપ પાણી
  7. ૪ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ ટેબલ સ્પૂનજીરું
  9. ૨ નંગમીડિયમ સાઇઝ ડુંગળી જીણી સમારેલી
  10. ૧/૨ટેબલ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  11. ૧ નંગમોટું ગ્રીન કેપ્સીકમ જીણી સમારેલું
  12. ૪ નંગમીડિયમ સાઇઝ ટામેટા જીણા સમારેલા
  13. સ્વાદાનુસાર મીઠું
  14. ૧-૧/૨ ટેબલ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  15. ૩ ટેબલ સ્પૂનપાઉં ભાજી મસાલો
  16. ૩-૪ ટેબલ સ્પૂન બટર
  17. ૩/૪ કપ બાફેલી સબ્જી નું પાણી
  18. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  19. ૩-૪ ટેબલ સ્પૂન લીલી કોથમીર
  20. ટેબલ ચમચી લીંબૂ નો રસ
  21. પાઉં શેકવા ના ઘટકો :-
  22. ૧ ટી સ્પૂનબટર
  23. ચપટીપાઉં ભાજી મસાલો
  24. ૧ ટી સ્પૂનલીલી કોથમીર
  25. ગાર્નિશ ના ઘટકો :--
  26. ડુંગળી જીણી સમારેલી
  27. લીંબુની સ્લાઈસ
  28. બટર
  29. લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પ્રેશર કૂકર માં બટાકા, ફણસી, ફૂલેવર, લીલા વટાણા, નમક અને પાણી ઉમેરી કૂકર નું ઢાંકણ ઢાંકી ગેસ ની મીડિયમ ફલેમ પર ૪ સીટી પર બાફી લો.

  2. 2

    હવે શાકભાજી બફાઈ જાય એટલે એક બાઉલ માં તેનું પાણી થોડું કાઢી લઈ બાજુ પર મુકો. હવે મેશર થી થોડા પાણી સાથે જ બધા શાકભાજી મેશ કરી લો. ને આ શાકભાજી બાજુ પર મુકો.

  3. 3

    હવે એક કઢાઈ માં ૪ ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરી તતડે એટલે એમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી મીડિયમ ગેસ પર ૪ થી ૫ મિનિટ માટે ડુંગળી હલ્કી બ્રાઉન થાય ત્યાં સુધી સોંતે કરી લો. હવે આમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ૩ થી ૪ મિનિટ માટે મીદિયમ ગેસ પર સોંટે કરી લો.

  4. 4

    હવે જીણી સમારેલું કેપ્સીકમ ઉમેરી ૨ મિનિટ માટે મીડિયમ ગેસ પર કૂક કરી લો. ત્યાર બાદ આમાં જીણા સમારેલા ટામેટા અને નમક ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દો. પછી મેશર થી ટામેટા ને મેશ કરી લો. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો.

  5. 5

    હવે આમાં મસાલા કરીશું. એની માટે કાશ્મીરી લાલ મરચું પાઉડર અને પાઉં ભાજી મસાલો ઉમેરી મિક્સ કરી લો. ને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. હવે આમાં બટર ઉમેરી બધું મિક્સ કરી લો.

  6. 6

    હવે બાફેલા શાકભાજી ઉમેરી મિક્સ કરી લો ને મેશર થી મેશ કરી લો.ત્યાર બાદ આમાં બાફેલા શાકભાજી નું વધેલું પાણી ને ગરમ મસાલો ઉમેરી બધું મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી ૧૦ થી ૧૫ મિનિટ માટે સ્લો ગેસ પર કૂક થવા દો. ત્યાર બાદ આમાં લીલી કોથમીર ને લીંબૂ નો રસ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લો.

  7. 7

    હવે પાઉં શેકવા માટે એક પેન માં બટર ફેલાવી ઉપર પાઉં ભાજી મસાલો અને લીલી કોથમીર ઉમેરી ગેસ મિડિયમ પર શેકી લો.

  8. 8

    લો હવે આપણી યમ્મી બટર પાઉં ભાજી રેડી છે તેને ગરમાગરમ સર્વ કરો. ત્યાર બાદ ઉપર થી લીલી કોથમીર ના પાન, બટર, ડુંગળી ને લીંબૂ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

ifuchi
ifuchi @cook_112236741
Absolutely beautiful I would love to eat that at this very moment 😋🥰💜

Similar Recipes