બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#MW2
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે.

બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)

#MW2
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ થી ૪૫ મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ માટે
  1. 4 નંગટામેટા
  2. 3 નંગડુંગળી
  3. 1 કપબેબી કોર્ન
  4. 1 કપમશરૂમ
  5. 1 કપફણસી
  6. 1 કપવટાણા
  7. 1 કપકેપ્સિકમ
  8. 1 વાટકીફ્લાવર
  9. 1 કપબટેટા
  10. 1 વાટકીફણસી
  11. 1 નંગકેપ્સીકમ
  12. 1 વાટકીગાજર
  13. 2 ચમચીગરમ મસાલો
  14. 3 ચમચીલાલ મરચું
  15. 1 ચમચીહળદર
  16. 2 ચમચીધાણજીરૂ
  17. સ્વાદ અનુસારમીઠું
  18. 2+1 મોટા ચમચા તેલ
  19. 2 ચમચીઘી
  20. 2 નંગસૂકા લાલ મરચા
  21. 1 નંગતમાલપત્ર
  22. 2 ચમચીખાંડ
  23. 8-10 નંગકાજુ
  24. 2-3 ચમચીસિંગદાણા
  25. 2 ચમચીમગજતરી ના બી
  26. 1 ચમચીખસખસ
  27. 2 ચમચીઆખા ધાણાા
  28. 1 ચમચીવરિયાળી
  29. 3-4 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  30. 1 ચમચીઆખું જીરૂ
  31. 1 ચમચીકસ્તુરી મેથીી
  32. 3 ચમચીતાજી મલાઈ
  33. 1 ચમચીબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેબી કોર્ન ને સ્ટીમ કરીને બાફી લો. હવે કડાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે પહેલા વટાણા અને ફણસી મા મીઠું નાખી અધકચરા ચડવા દો ત્યારબાદ ગાજર અને બટેટા અને ત્યારબાદ ફ્લાવર નાખી ને ચડવા દો.

  2. 2

    હવે મશરૂમ, બેબી કોર્ન અને કેપ્સિકમ નાખી એકથી બે મિનિટ માટે સાંતળો. બધા શાકભાજી અધકચરા રહે તે રીતે સાંતળો.

  3. 3

    કડાઈમાં એક ઘી મુકી જીરું નાખો.જીરૂ કકડી જાય એટલે કાજુ, સીંગદાણા નાખી,થોડા બ્રાઉન થાય પછી ડુંગળી અને મીઠું નાખી સાતળો. ત્યાર પછી લસણ આદુ ની પેસ્ટ નાખો. પછી ટામેટા, વરિયાળી, આખા ધાણા, મગજતરી ના બી, ખસ ખસ, ગરમ મસાલો નાખી થોડી વાર ચડવા દેવું. બધું સરસ ચડી જાય પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો. હવે તેને મિક્સર મા ક્રશ કરી લો.

  4. 4

    કડાઈ મા ઘી - તેલ મૂકી જીરું,તમાલપત્ર અને આખા લાલ મરચા નો વઘાર કરી પેસ્ટ નાખો હવે તેમાં લાલ મરચું,ધાણાજીરુ, મીઠું, હળદર, ખાંડ, નાખી મિક્સ કરો. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. તેલ છૂટે એટલે કસૂરી મેથી નાખી ૨ થી ૩ મિનિટ રાખો. ત્યાર પછી મલાઈ નાખી હલાવી દો. પછી બધા વેજિસ નાખી ને થોડી વાર ચડવા દેવું.છેલ્લે સબ્જી થઇ જાય એટલે કોથમીર ભભરાવી અને મલાઈ નાખી ને સર્વ કરો. તૈયાર છે મિક્સ વેજ કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes