દેશી સ્ટાઇલ રશિયા ઢોકળા (Rasiya Dhokla Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#ટ્રેડિંગ
#પોસ્ટ૪૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧/૨ કપઘઉ નો જાડો લોટ
  2. ૧/૨ કપચણા નો લોટ
  3. ૧ કપબાજરા નો લોટ
  4. ૧ કપભાત વધેલો
  5. ૧ કપખમણેલું દૂધી
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીધાણા જીરું
  8. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચી તેલ
  10. ટેસ્ટ મુજબમીઠું
  11. ૧ ચમચીખાંડ
  12. ૧/૨ ચમચીસાજી ના ફૂલ
  13. જરૂર મુજબપાણી
  14. વઘાર માટે*
  15. ૧ ચમચી તેલ
  16. ૧ નંગ તમાલ પત્ર
  17. ૧/૨ ચમચીજીરૂ
  18. ૮ નંગલીમડા ના પાન
  19. ૧/૪ ચમચીહિંગ
  20. ૨.૫ ગ્લાસ છાસ
  21. ૧/૨ ચમચીહળદર
  22. ૧ ચમચીધાણા જીરું
  23. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  24. ૧ ચમચીખાંડ
  25. ટેસ્ટ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ ધુધી ને ખમણી લેવી અને બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    પછી તેમાં હળદર,ધાણા જીરું, લાલ મરચું પાઉડર,મીઠું,ખાંડ,તેલ નું મોન,સાજી ના ફૂલ નાખી લોટ બાંધી લેવો.પછી તેના બધા મુઠીયા વાળી લેવા.

  3. 3

    એક લોયા માં તેલ મૂકી તેમાં તમાલપત્ર,જીરું, લીમડા ના પાન,હિંગ નાખી છાસ વધારવી.પછી તેમાં હળદર, ધાણા જીરું,મીઠું,ખાંડ,લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.

  4. 4

    હવે તે ઉકળે એટલે તેમાં બધા વળેલા મુઠીયા નાખી દેવા.અને મીડિયામાં ફ્લેમ્ ઉપર થવા દેવું.

  5. 5

    થોડો રસો ઘટ્ટ થાય અને મુઠીયા પાન ચડી જાય એટલે ગેસ બંધ કરવો.અને ગરમ જ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes