કેળાના ઉત્તપમ - (Banana Uttapam recipe in Gujarati)

Michi Gopiyani
Michi Gopiyani @cook_26299875

#GA4
#week1
આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે.

કેળાના ઉત્તપમ - (Banana Uttapam recipe in Gujarati)

#GA4
#week1
આ કેળાના ઉત્તાપા લવચીક, પોચા અને રસદાર તથા હલકી મીઠાસ અને આનંદદાયક સ્વાદ ધરાવે છે અને સાથે-સાથે કેળાની મીઠાસ તેમાં ભળીને તેને સરસ મજેદાર બનાવે છે. આવા આ ઉત્તાપા બધાને ગમશે પણ ખાસ તો બાળકોને તે વધુ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૮ ઉત્તાપા માટે
  1. ૧/૨ કપછૂંદેલા કેળા
  2. ૩/૪ કપ ચોખા
  3. ૧/૪ કપચણા ની દાળ
  4. ૧/૨ ટીસ્પૂનમેથીના દાણા ૨ ટેબલસ્પૂન પીસેલી સાકર મીઠું, સ્વાદાનુસાર ઘી, રાંધવા માટે
  5. ૮ ટીસ્પૂનખમણેલું નાળિયેર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    એક ઊંડા બાઉલમાં ચોખા, ચોણા ની દાળ અને મેથીના દાણા જરૂરી પાણી સાથે ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
    આ મિશ્રણમાં લગભગ ૩/૪ કપ પાણી મેળવી, મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    આ પેસ્ટને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

  3. 3

    તે પછી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧૦ થી ૧૨ કલાક માટે રહેવા દો.
    હવે જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં છૂંદેલા કેળા અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

  4. 4

    એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટી તેને મલમલના કપડા વડે સાફ કરી લો.
    હવે એક કડછી ભરી ખીરૂ તવા પર રેડી તેને ગોળકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”)નો ગોળ ઉત્તાપા બનાવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.

  5. 5

    તેની કીનારીઓ પર થોડું ઘી સરખી રીતે રેડી, તેની ઉપર ૧ ટીસ્પૂન નાળિયેર છાંટીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
    તેને ઉથલાવીને તેની બીજી બાજુ હળવા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો.
    રીત ક્રમાંક ૭ થી ૧૦ પ્રમાણે બાકીના ૭ ઉત્તાપા તૈયાર કરો.

  6. 6

    તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Michi Gopiyani
Michi Gopiyani @cook_26299875
પર

ટિપ્પણીઓ

Similar Recipes