ઉત્તપમ (UTTAPAM recipe in gujarati)

Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127

#GA4
#WEEK1
ઍકદમ સ્વાસ્થ્ય વર્ધક અંકુરીત મગના સ્ટફિંગ વાળા પરાઠા. નાસ્તા અથવા ડીનર માટેની તદન સરળ અને સ્વાદીષ્ટ વાનગી.

ઉત્તપમ (UTTAPAM recipe in gujarati)

#GA4
#WEEK1
ઍકદમ સ્વાસ્થ્ય વર્ધક અંકુરીત મગના સ્ટફિંગ વાળા પરાઠા. નાસ્તા અથવા ડીનર માટેની તદન સરળ અને સ્વાદીષ્ટ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
ર વ્યક્તિ
  1. ઉત્તપમ ના ખીરા માટે
  2. ૧ કપસુજી
  3. ૧ કપઅંકુરીત મગની પેસ્ટ
  4. ૧/૨ કપચણાંનો લોટ
  5. ૨ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  6. ૧ ટી સ્પૂનમીઠું
  7. ૩/૪ કપ ખાટું દહીં
  8. ૧ કપપાણી + ૧/૪ કપ પાણી
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું (મરજિયાત)
  11. તળવાં(શેકવા) માટે તેલ અથવા ધી
  12. સ્ટફિંગ માટે
  13. મધ્યમ કદના બાફેલા બટેકા
  14. મધ્યમ કદની ડુંગળી
  15. ૧ ટેબલસ્પૂનઆદું મરચાંની પેસ્ટ
  16. ૭-૮ લસણની કળીની પેસ્ટ
  17. ર ટીસ્પૂન મીઠું
  18. ર ટીસ્પૂન ચાટ મસાલો
  19. ૧.૫ ટીસ્પૂન આમચૂર પાઉડર
  20. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  21. 2 ટીસ્પૂનહળદર
  22. ૧ ટીસ્પૂનફુદીના પાઉડર
  23. ૧ ટીસ્પૂનઘણાજીરું પાઉડર
  24. ૧ નાની વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ઉત્તપમ ખીરુ તૈયાર કરવા સૌ પ્રથમ સુજી, દહીં તથા ૧ કપ પાણી નાખી ૧૫ મિનિટ માટે રેસ્ટ આપો. ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લેવું (જેની પદ્ધતી બીજા પગલાં માં દર્શાવેલ છે.) ૧૫ મીનિટ બાદ તેમાં તમામ સામગ્રી તથા વધારાનું ૧/૪ કપ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરું નીચે બતાવેલ ફોટા જેટલું પાતળું રાખવું.

  2. 2

    સ્ટફિંગ માટે સૌપ્રથમ બટેકા અને ડુંગળી એક સાથે બાફી લેવા. બફાયેલા ડુંગળી-બટેકાંમાં તમામ સામગ્રી ઉમેરી બને ત્યાં સુધી હાથેળી લગાવ્યા વગર મીક્ષ કરવું (જેથી મિશ્રણ ઢીલું નહી થઇ જાય). બધું મીક્ષ થઈ ગયા બાદ એક ચમચી તેલ ગરમ મૂકી હળદર, આદું મરચાની પેસ્ટ તથા લસણની પેસ્ટ સાંતળી બટેટાંના માવામાં ઉમેરવું. ઠંડું પડે પછી છેલ્લે થોડીક જ વાર માટે હથેળીની મદદથી સરખું મીક્ષ કરી લેવું.

  3. 3

    ઉત્તપમ બનાવતા માટે નોનસ્ટિક પેન અથવા કોઈપણ લોખંડની પેનમાં એક ચમચી તેલ અથવા ધી બ્રશ કરી સરખું ગ્રીસ કરવું. (તવાને તેલ લગાવ્યા બાદ સરખો સાફ કરવો જરૂરી છે જેથી તેલ વચ્ચે જમા ન થઈ જાય નઇતર ખીરું ત્યાંથી તરત જ ઊંચું આવી જશે ને ગોળ પાથરવામાં મુશ્કેલી થશે.) ત્યારબાદ ગેસની આંચ એકદમ જ ધીમી કરી ખીરું પાથરવું. સરખું પથરાય જાય પછી આંચ હાઇ કરી, એક બાજું સરખું શેકાઈ જાય પછી ઉથલાવી બીજી બાજુ પણ સરખો કુક કરી લો.

  4. 4

    ઉત્તપમ ફરી એક વાર ઉથલાવી ટોમેટો કેચપ અને લીલી ચટણી લગાવી ૧૫ સેંકડ સુધી કુક થવા દો.

  5. 5

    સરખુ કુક થઈ ગયા બાદ સ્ટફિંગ એક બાજુ પર ફોટા માં બતાવ્યા મુજબ પાથરવું અને રોલ વાળી લેવા.

  6. 6

    ગરમાં ગરમ રોલને એક સરખાં ભાગમાં ક્ટ કરી લીલી ચટણી તથા દહીં સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Padhar
Shraddha Padhar @cook_22557127
પર

Similar Recipes