વેજીટેબલ પનીર પરાઠા (Vegetable Paneer Recipe In Gujarati)

Komal
Komal @cook_26110632

આ વાનગી ઓછા સમયમાં ઝડપથી બની જાય છે અને નાના થી લઈને મોટા લોકોને ભાવતી તેમજ એક હેલ્થી રેસીપી છે જેમાં પનીર ની સાથે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. #GA4 #Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૧ નંગ કેપ્સિકમ
  4. ૧ ઇંચ આદુ
  5. ૧ નંગ ડુંગળી
  6. ૧ નંગ મરચું સમારેલું
  7. ૩-૪ નંગ લસણની કળી
  8. ૨ નંગ ગાજર

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પરાઠા માટે સ્ટફિંગ તૈયાર કરીશું. ઍક વાસણમાં બધી શાકભાજી અને પનીર ને ખમણીને મિક્સ કરીશું તેમજ તેમા સ્વાદ પ્રમાણે મીઠું, ૧/૨ ટેબલ ચમચી ગરમ મસાલો, ૧/૨ ટેબલ ચમચી જીરાનો મસાલો અને ૧/૨ ટેબલ ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્ષ કરીશું.

  2. 2

    ત્યારબાદ પરાઠા માટેનો લોટ તૈયાર કરીશું

  3. 3

    પરાઠા વણી લીધા પછી તેના અડધા ભાગમાં સ્ટફિંગ ભરીશું અને પરાઠાના બાકીના ભાગને તેના ઉપરથી કવર કરીને તવા ઉપર થોડુ તેલ અથવા ઘી વડે શેકી લઈશું

  4. 4

    ત્યારબાદ તૈયાર કરેલા પરાઠા ને કાપીને ઉપરથી સમારેલી ડુંગળી, કોથમીર અને ચીઝ વડે ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal
Komal @cook_26110632
પર

Similar Recipes