અમેરીકન ડ્રાયફ્રૂટસ શ્રીખંડ (American dry Fruit Shrikhand Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

અમેરીકન ડ્રાયફ્રૂટસ શ્રીખંડ (American dry Fruit Shrikhand Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 1 કિલોદહીં
  2. 1/2 કપપાઉડર ખાંડ
  3. 2 ચમચીકાજુ ના ટુકડા
  4. 2 ચમચીબદામ ના ટુકડા
  5. 2 ચમચીઅખરોટ ના ટુકડા
  6. 2 ચમચીપીસ્તા ના ટુકડા
  7. 2 ચમચીકિસમિસ
  8. 2 ચમચીટુટીફુટી
  9. 2 ચમચીચોકલેટ ચિપ્સ
  10. 2 ચમચીકલરફૂલ જેલી
  11. 2 ચમચીકેસર વાળુ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા તો દહીં ને એક કપડાંમા બાધી લો 8 - 9 કલાક માટે તેનું બધું પાણી નીતારી લો.

  2. 2

    દહીં એકદમ કોરુ થઈ જાય પછી તેને અડધો કલાક ફ્રિજ માં રાખો. ફ્રિજ માં રાખવાથી જ્યારે આપણે ખાંડ ઉમેરી શું તો તરત પાણી ની છુટે અને એકદમ કડક શ્રીખંડ બનશે.

  3. 3

    અડધો કલાક પછી દહીં માં 1/2 કપ ખાંડ પાઉડર એડ કરશું અને ધીરે ધીરે મીકક્ષ કરતા જવું (મેં અહીં ખાંડ થોડી ઓછી લીધી છે મને થોડો ખાટો અને મીઠો ટેસ્ટ ગમે છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો.)

  4. 4

    હવે તેમાં દરેક સુકા મેવા એડ કરો. ચોકલેટ ચિપ્સ, ટુટી ફુટી અને જેલી પણ એડ કરો. હવે 1 ચમચી હુંફાળા દૂધ માં કેસર એડ કરી એ પણ શ્રીખંડ માં એડ કરો બધુ બરાબર મીકક્ષ કરી લો. હવે તે 1-2 કલાક ફ્રિજ માં સેટ કરી પછી મન મરજી મુજબ ગાનીૅશ કરી ઠંડો ઠંડો શ્રીખંડ સવૅ કરો.

  5. 5

    તો રેડી છે આપણો અમેરીકન ડ્રાયફ્રૂટસ શ્રીખંડ. તમે પણ બનાવો અને શેર કરો તમારી રેસીપી મારી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes