મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)

Binita Prashant Ahya
Binita Prashant Ahya @cook_17740187

મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દહીંનો મસ્કો બનાવવા માટે:
  1. લીટર ફુલ ફેટ દૂધ
  2. ૨ ચમચીદહીં (દહી મેળવવા માટે,)
  3. શ્રીખંડ બનાવવા માટે:
  4. બાઉલ દહીનો મસકો
  5. ૧ કપબુરું ખાંડ
  6. ૧/૨ કપમલાઈ
  7. ૧ કપકેરીનો પલ્પ
  8. ૧/૪ કપકેરીના ટુકડા
  9. ૧/૨ કપકાજુ બદામ પિસ્તા ના ટુકડા
  10. ગાર્નીશિંગ માટે:
  11. બદામ પિસ્તાની કતરણ
  12. વ્હાઈટ ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ full fait વાળું દૂધ લઈ તેને ગરમ કરો. તે ઠંડું થઈ જાય એટલે તેમાં દહીં નું મેળવણ નાખી દહીં જમાવવું. દહીં જામી જાય એટલે તેને ફ્રિજમાં ઠંડુ કરવા માટે મૂકવું. દહીં એકદમ ઠંડું થઈ જાય એટલે તેને મલમલના કપડામાં નાખી બાંધી લેવું. તેના પર વજન મૂકી ફ્રીજમાં એક દિવસ માટે મૂકવું જેથી દહીંમાં રહેલું બધું જ પાણી નીકળી જાય. આ રીતે દહીમાંથી મસ્કો તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ તૈયાર થયેલા દહીંના મસ્કા માં બુરુ ખાંડ નાખી મિક્સ કરવું અને તેને બિટર વડે બીટ કરવું. પછી તેમાં મલાઈ નાંખી બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ નાખી ફરીથી બીટ કરવું. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ અને કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ તેને ફ્રિજમાં પાંચથી છ કલાક માટે ઠંડુ કરવા માટે મૂકો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણ અને વ્હાઈટ ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશિંગ કરી સવૅ કરવું તો તૈયાર છે મેંગો શ્રીખંડ....

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Prashant Ahya
Binita Prashant Ahya @cook_17740187
પર

ટિપ્પણીઓ

Similar Recipes