અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ(American Dry Fruit Shrikhand Recipe I

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#RC2
#white

આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો દિવસ.. કહેવાય છે કે આજે જગન્નાથ ભગવાન ભાઈબલરામ અને બહેન સુભદ્રા સાથે રથ યાત્રા કરવા નીકળે છે. આજના શુભ દિવસે મેં પ્રસાદરૂપે બનાવ્યો છે.

અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ(American Dry Fruit Shrikhand Recipe I

#RC2
#white

આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો દિવસ.. કહેવાય છે કે આજે જગન્નાથ ભગવાન ભાઈબલરામ અને બહેન સુભદ્રા સાથે રથ યાત્રા કરવા નીકળે છે. આજના શુભ દિવસે મેં પ્રસાદરૂપે બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮+૩૦
  1. 1લીટર અમુલ ગોલ્ડ દૂધ
  2. 1ચમચી દહીં
  3. 1વાટકી દળેલી ખાંડ
  4. 8-10પલાળેલી કિસમિસ
  5. 5-6પલાળેલી બદામ
  6. 5-6પલાળેલા કાજુને
  7. 5-6પલાળેલા પિસ્તા
  8. ૨ ચમચી સ્વીટ જેલી (ચોકલેટ)
  9. 2-3ટીપાં વેનિલા એસેન્સ
  10. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  11. ગાર્નિશ માટે ગુલાબની પાંદડી અને પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૮+૩૦
  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરી ઠંડું પડે એટલે તેમાં એક ચમચી દહીં મોરવણ‌ એડ કરો. સાત-આઠ કલાક પછી દહીં બની જશે.

  2. 2

    હવે દહીંને એક કોટનના રૂમાલમાં પોટલી બનાવી લો. અને બધું પાણી નિતારી લો.નીચે તપેલી રાખો.
    તે પોટલી ને સાત થી આઠ કલાક ફ્રીજમાં મૂકી દો. એટલે બધું જ પાણી નીકળી જશે અને દહીં ખાટું પણ નહીં થાય.

  3. 3

    પાણી નિતારેલ દહીં ના મસ્કા માં દળેલી ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરી લો. અને તેને લોટ ચાળવાની ચારણીથી ચાળી લો.(ચમચી અથવા હાથેથી ઘસીને ચાળવાનું).તેમાં ઇલાયચી પાઉડર, વેનીલા એસેન્સ પલાળેલા ડ્રાયફ્રુટ ને ચોપ કરી અને જેલી એડ કરી મિક્સ કરો.

  4. 4

    તૈયાર છે નાના-મોટા બધાને ભાવતું અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ. તેને જમવાની સાથે અથવા જમ્યા પછી ડેઝર્ટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes