ઘટકો

  1. ૮ નંગપીઝા બેઝ
  2. ચીઝ 6
  3. ૩ નંગકેપ્સીકમ ઝીણા સમારેલા
  4. પીઝા સોસ બનાવવા માટે:-
  5. 1 કિલોટામેટા ઝીણા સમારેલા
  6. ૮ નંગડુંગળી ઝીણી સમારેલી
  7. 2 ચમચીમીઠું
  8. 2 ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૨ ચમચીખાંડ
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 2 ચમચીટોમેટો સોસ
  13. ચીલી ફ્લેક્સ
  14. ઓરેગાનો
  15. ચાર-પાંચ ચમચી તેલ
  16. થી પીઝાના રોટલા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પીઝા સોસ બનાવવા માટે ટામેટાને ધોઈ ને ઉકળતા પાણી માં. બાફી લેવા પછી તેની છાલ ઉતારી તેને ઝીણા સમારવા

  2. 2

    ડુંગળી અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા

  3. 3

    હવે એક લોયામાં તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી તેમાં મીઠું નાખી દેવું તેથી ડુંગળી બરાબર ચડી જાય ત્યાર પછી તેમાં સમારેલા ટામેટાં એડ કરવા બરાબર મિક્સ કરવું

  4. 4

    ત્યાર પછી તેમાં ધાણાજીરું ખાંડ લાલ મરચું પાઉડર ગરમ મસાલો તથા ટોમેટો કેચપ એડ કરી મિક્સ કરો બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય અને ગ્રેવી જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો પીઝા સોસ તૈયાર છે

  5. 5

    હવે ગેસ પર નોનસ્ટિક લોઢી મૂકી ઘી લગાવી પીઝાના રોટલા નો ઉપર નો કાણા વાળો ભાગ શેકી લેવો

  6. 6

    ત્યાર પછી શેકેલા ભાગ ઉપર પીઝા સોસ લગાવો તેના પર કેપ્સીકમ પાથરવા ને ઉપર ચીઝ ખમણવું તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખવા

  7. 7

    હવે પીઝા ના રોટલા ને micro+convection મોડ પર ફોટા માં બતાવ્યા પ્રમાણે સાત મિનિટ માટે બેક કરી લેવો પીઝા બેક થઈ જાય પછી તેના પીસ કરી લેવા તૈયાર છે યમી પીઝા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes