ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#GA4

#week8
#puzzel world is -Steamed(Dhokla )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી20 મિનિટ
3 લોકો માટે
  1. -- ઢોકળા બનાવવા માટે---
  2. 3વાટકો ઢોકળા નો લોટ દડાવેલો
  3. જરૂર મુજબ ખાટી છાશ
  4. જરૂર મુજબ ગરમ પાણી
  5. 1 ચમચીમરચું પાઉડર(કાશ્મીરી લાલ મરચું પાઉડર)
  6. 1/4 ચમચીહળદર
  7. 1/4 ચમચીધાણાજીરું પાઉડર
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1પેકેટ ઇનો
  10. - લસણની ચટણી બનાવવા માટે----
  11. 1 મોટી ચમચીલસણની કળી
  12. 1 ચમચીમરચું પાઉડર
  13. સ્વાદમુજબ મીઠુ
  14. 1 ચમચીતેલ
  15. --- અન્ય સામગ્રીમાં
  16. તેલમાં મરચું, મીઠુ નાખેલું
  17. કોથમીર ની ચટણી

રાંધવાની સૂચનાઓ

15 થી20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા તપેલામાં ઢોકળાનો દડાવેલો લોટ લઇ તેમાં એક મોટો વાટકો છાસ ઉમેરી લો... પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીબધું મિક્સ કરી લો...... ત્યારબાદ ખીરામાં મરચું, હળદર,મીઠું, ધાણાજીરું, અને ઇનો નું એક આખુ પેકેટ ઉમેરી લો.....

  2. 2

    ઈનો નું પેકેટ ઉમેરો... અને તેને આ રીતે બે મિનિટ માટે પરપોટા થયેલા મુકી રાખો.... બે મિનિટ પછી તેને સરખી રીતે બધું ફરીથી મિક્સ કરી લો...., અને તેને ઉપર થાળી ઢાંકી તેને ગરમ જગ્યાએ રાખી જો કે જ્યાં તેને ગરમી મળે... ત્યારબાદ ઢોકળીયાની વાટકીમાં તેલ લગાવી એક ચમચો ખીરું લગાવી દો....

  3. 3

    ત્યારબાદ બધી વાટકીમાં ખીરુ ભરી મરચાની ભૂકી ભભરાવી ઢોકળીયામાં મૂકી દસથી પંદર મિનિટ માટે ચડવા મૂકી દો.... અને પછી ઢોકળીયા ઉપર ઉંધી ખાંડણી મૂકી વજન રાખી દો.....

  4. 4

    ત્યારબાદ લસણની ચટણી બનાવવા માટે લસણ ફોલેલુ લઈ લો...... ત્યારબાદ લસણને ખાંડી લો... પછી તેમાં મરચાં અને મીઠું નાખી દો...

  5. 5

    ત્યારબાદ તેમાં એક ચમચો તેલ ઉમેરી દો...

  6. 6

    ત્યારબાદ તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી દો... અને કોથમીરની ચટણી પણ બનાવીને રાખી દો....

  7. 7

    ત્યારબાદ જ્યારે ઢોકળા થઈ જાય ત્યારે ગેસ બંધ કરી વાટકી બહાર કાઢી અને પ્લેટમાં રાખી દો જેથી વધારાની વરાળ નીકળી જાય. પછી તેને બહાર કાઢી લો.... અને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને કોથમીર ની ચટણી,લસણની ચટણી, અને મરચા મીઠાવાળા તેલ સાથે ગરમાગરમ સર્વ કરો.....

  8. 8

    😋😋😋😋😍😍😍

  9. 9

    🤩🤩🤩🤩

  10. 10

    😍😍😍😍

  11. 11

    😋😋😍😍🤩🤩

  12. 12

    🤩🤩🤩🤩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes