શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્

Sneha Agnani
Sneha Agnani @cook_26551750

#DA #Week2 અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે

શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્

#DA #Week2 અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧/૨ કપકોબીના ટુકડા
  2. ૧/૨ કપસ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ
  3. ૨ કપપક ચોય, નાના ટુકડા કરેલા
  4. ૩/૪ કપ સ્લાઇસ કરીને અર્ધઉકાળેલા બેબી કોર્ન
  5. ૩/૪ કપ અર્ધઉકાળેલા બ્રોકોલીના ફૂલ
  6. ૩/૪ કપ હલકા ઉકાળેલા સ્નો પીસ્, ઉભા અડધા ટુકડા કરેલા
  7. ૧/૨ કપસિમલા મરચાંના વેજ
  8. ૧/૨ કપસ્લાઇસ કરેલી ઝૂકીની
  9. ૪ ટીસ્પૂનશેઝવાન સૉસ
  10. ૨ ટીસ્પૂનકોર્નફ્લોર
  11. સૂકા કાશ્મીરી લાલ મરચાં, ટુકડા કરેલા
  12. ૧ ટેબલસ્પૂનતેલ
  13. 1ચપટીભર સાકર
  14. મીઠું, સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો

  2. 2

    એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં અને કોબી સાથે ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા પાણીનું બાસ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

  3. 3

    પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ તથા પક ચોય મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
    તે પછી તેમાં બાકી રહેલા બધા શાક અને શેઝવાન સૉસ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
    છેલ્લે તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
    તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Agnani
Sneha Agnani @cook_26551750
પર

ટિપ્પણીઓ

Similar Recipes