દૂધના પેંડા

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી ઇલાયચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે પેંડા એક એવી સ્વીટ છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતા હોય છે અને આ પેંડા બનાવવા પણ એટલા જ સરળ છે તો ઘરે પણ સરસ પેંડા કેવી રીતે બનાવી શકાય તે આપણી આ રેસિપીમાં જઈશું
#cookwellchef
#ebook
#RB6

દૂધના પેંડા

2 કમેન્ટ્સ કરેલ છે

અતિ પ્રખ્યાત એવી આ ભારતીય મીઠાઇ મલાઇ પેંડા એક શાહી મીઠાઇ છે. અહીં દૂધને ફાડીને શાહી બનાવટવાળો માવો તૈયાર કરવામાં આવ્યો છે અને પછી તેમાં સુગંધી ઇલાયચી અને કેસર મેળવવાથી એવી મધુર મીઠાઇ બને છે પેંડા એક એવી સ્વીટ છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતા હોય છે અને આ પેંડા બનાવવા પણ એટલા જ સરળ છે તો ઘરે પણ સરસ પેંડા કેવી રીતે બનાવી શકાય તે આપણી આ રેસિપીમાં જઈશું
#cookwellchef
#ebook
#RB6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
3 થી 4 વ્યક્તિઓ
  1. ૪ (૧/૨ કપ)મલાઇદાર દૂધ
  2. થોડાકેસરના રેસા
  3. ૨ ટીસ્પૂનહુંફાળું ગરમ દૂધ
  4. ૧/૨ કપસાકર
  5. ૧ ટેબલસ્પૂનકોર્નફ્લોર
  6. ચપટીભર લીંબુના ફૂલ
  7. ૧/૪ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  8. સજાવવા માટે ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પિસ્તા

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ઊંચા તાપ પર વચ્ચે એક બે વખત હલાવતા રહી એક ઉભરો આવે ત્યાં સુધી રાંધી લો. તેના માટે લગભગ ૪ થી ૫ મિનિટ લાગશે.

  2. 2

    તે પછી તાપ ધીમું કરી, મધ્યમ તાપ પર દૂધને વધુ ૧૫ મિનિટ સુધી અથવા દૂધ ઉકળીને પ્રમાણમાં 1/2 થઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી, પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડી લેતા રાંધી લો.

  3. 3

    આ દરમ્યાન, એક નાના બાઉલમાં કેસર અને હુંફાળા દૂધને ભેગા કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

  4. 4

    હવે ઉકાળેલા દૂધમાં સાકર અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પૅનની અદંરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેળી લેતા રાંધી લો.

  5. 5

    આની સાથે-સાથે, એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને દૂધ મેળવી, દૂધમાં કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી બાજુ પર રાખો.

    બીજા એક નાના બાઉલમાં લીંબુના ફૂલ અને ૧ ટેબલસ્પૂન પાણી મિક્સ કરી બાજુ પર રાખો

  6. 6

    હવે, ઉકળતા દૂધમાં ધીમે-ધીમે કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ તથા લીંબુના ફૂલનું મિશ્રણ ઉમેરતા રહી દૂધમાં સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ અથવા મિશ્રણ માવા સરખું બની જાય ત્યાં સુધી સતત હલાવતા રહી પૅનની અંદરની બાજુ પર ચીટકેલા દૂધને ઉખેડતા રહી રાંધી લો.

  7. 7

    આમ તૈયાર થયેલા મિશ્રણને એક પ્લેટમાં કાઢીને એક ચમચા વડે તેને સરખી રીતે પાથરી ઠંડું થવા સુધી બાજુ પર રાખો.

  8. 8

    તે પછી તેમાં ઇલાયચી પાઉડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
    હવે આ મિશ્રણના ભાગને તમારી હથેળીમાં લઇ ચપટ ગોળ પેંડા તૈયાર કરી લો.

  9. 9

    આમ તૈયાર કરેલા દરેક પેંડા પર પિસ્તા અને બદામની કાતરી છાંટી સરખી રીતે દબાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes