પૌઆ ના ખમણ ઢોકળા (Paua Na Khaman Dhokla Recipe In Gujarati)

Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
Junagadh

#trend3 #week3 આજે મેં બનાવ્યા છે પૌવા ના ખમણ ઢોકળા.ખમણ ઢોકળા તો આપણે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે બનાવતા હોઈએ છે જે બધાને બહુ ગમે છે

પૌઆ ના ખમણ ઢોકળા (Paua Na Khaman Dhokla Recipe In Gujarati)

#trend3 #week3 આજે મેં બનાવ્યા છે પૌવા ના ખમણ ઢોકળા.ખમણ ઢોકળા તો આપણે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે બનાવતા હોઈએ છે જે બધાને બહુ ગમે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
2 લોકો માટે
  1. ૧ કપપૌવા
  2. 1 કપદહીં
  3. 1/2 કપ સુજી
  4. 1/2 ચમચી હળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. 1 ચમચી લીંબુનો રસ
  8. વઘાર માટે
  9. 2 ચમચી તેલ
  10. 1/2 ચમચી રાઈ
  11. 2 લીલુ મરચું
  12. 1 ચમચી તલ
  13. 1 ડાળખી મીઠા લીમડાના પાન
  14. ગાર્નિશ માટે
  15. જરૂર મુજબ કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા આપણે એક મોટો કપ પૌવા દહીં અને અડધો કપ સુજી લઈશું.

  2. 2

    પહેલા આપણે દહીને એક બાઉલમાં લઈને તેમાં જરૂર પ્રમાણે નમક ઉમેરી સારી રીતે હલાવો અને પછી અડધો ગ્લાસ પાણી ઉમેરો અને હલાવો પછી તેમાં પૌવા ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર હલાવો.

  3. 3

    થોડીવાર પછી બધું મિક્સ થયા પછી થોડીવાર માટે તેને ઢાંકી મુકો અને ત્યાં સુધી આપણે એક બાઉલમાં એક ચમચી તેલ અને તેમાં સુજી ઉમેરો અને 1/2ચમચી હળદર નાખી હલાવો સુજી બરોબર એકદમ શેકાય જાય ત્યાં સુધી હલાવો પછી તેમાં આપણું તૈયાર થયેલું બેટર ઉમેરો.

  4. 4

    બધું બરોબર એકદમ મિક્સ કરીને હલાવો જરૂર મુજબ નમક થોડું ઉપરથી અડધો કપ ફેટેલું દહીં અને મરચાની પેસ્ટ ઉમેરો દહીં એકદમ ઉમેરવાનું નથી થોડું ઉમેર્યા પછી હલાવીને પછી બીજીવાર દહીં ઉમેરવું.

  5. 5

    અને થોડું પાણી ઉમેરીને હલાવો પછી લાસ્ટ માં લીંબુનો રસ ઉમેરો અને હાઇ ફ્લેમ પર સતત હલાવો.

  6. 6

    અને પછી કોઈપણ પ્લેટ પર સરસ રીતે પાથરી લો અને પછી તેના વઘાર માટે તેમાં થોડું તેલ ઉમેરી રાઈ, મીઠા લીમડાના પાન, તલ, લીલુ મરચું નો વઘાર કરો કોપરાનું છીણ નાખી ગાર્નિશ કરો.

  7. 7

    તો તૈયાર છે આપણા પૌઆ ના ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Vaghela
Bhavna Vaghela @cook_26128430
પર
Junagadh

Similar Recipes