ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યક્તિ
  1. 3 કપચોખા
  2. 1 કપચણા ની દાળ
  3. 2 ચમચીતેલ
  4. જરૂર મુજબપાણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીઇનો ફ્રુટ સોલ્ટ
  8. 2 ચમચીઆદુ,મરચાં, લસણ ની પેસ્ટ
  9. 2 ચમચીચણાની દાળ
  10. 1 ચમચીમેથી દાણા
  11. જરૂર મુજબલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચોખા અને દાળ 5-6 કલાક પલાળી રાખો પછી નીતારી ને મીકસી મા પીસી લો 2 ચમચી ચણાની દાળ ને મેથી ઉમેરી 7-8 કલાક આથો આવવા ઢાંકી ને રાખો.

  2. 2

    7-8 કલાક પછી હળદર, મીઠું, આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી મીક્સ કરો.

  3. 3

    1 ચમચી ગરમ તેલ ઉમેરી મીક્સ કરી લો અને છેલ્લે ઇનો ઉમેરી 1 ચમચી પાણી ઉમેરી મીક્સ કરી લો.

  4. 4

    તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ મા મિશ્રણ પાથરો ઉપર લાલ મરચું પાઉડર ઉમેરો. સ્ટીમર મા પાણી ગરમ કરી તેમાં આ પ્લેટ 10 થી 15 મીનીટ સ્ટીમ કરી લો. 5 મીનીટ પછી કાપા કરો.

  5. 5

    ગરમાગરમ ઢોકળા લસણની ચટણી અને સીંગતેલ સાથે પીરસો. ઢોકળા વઘારી પણ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes