સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
4 લોકો
  1. પેકેટ બ્રેડ
  2. ૩ નંગટામેટાં
  3. ૩ નંગબાફેલા બટેટા
  4. ૩ નંગબાફેલા બીટ
  5. ર નંગ કાકડી
  6. ૩ નંગડુંગળી
  7. ક્યુબ ચીઝ
  8. બટર જરૂર મુજબ
  9. ૧ વાટકીગ્રીન ચટણી
  10. ૧ વાટકીટોમેટો સોસ
  11. મસાલા માટે :
  12. ૧ ચમચીમીઠું
  13. ૧ ચમચીશેકેલું જીરૂ
  14. ૧/૨ ચમચીસંચળ
  15. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા જ શાકભાજીને ગોળ શેપમાં કાપી લો.

  2. 2

    હવે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી તેમજ બટર તૈયાર કરી લો.

  3. 3

    હવે એક વાટકીમાં ઉપર મુજબનાં બધાં જ મસાલા મિક્સ કરી લો.

  4. 4

    ત્યારબાદ બે બ્રેડની સ્લાઇસ લો અને પહેલા બટર અને પછી ગ્રીન ચટણી લગાડો.

  5. 5

    હવે તેની ઉપર બટેટા મૂકી મસાલો ભભરાવો તેવી જ રીતે બીટ અને ટામેટાં મૂકી મસાલો ભભરાવો.

  6. 6

    હવે તેની ઉપર કાકડી અને ડુંગળી મૂકી મસાલો છાંટી દો.

  7. 7

    ત્યારબાદ તેની ઉપર બીજી બ્રેડ મૂકી ઉપરથી ચીઝ ખમણી લો.

  8. 8

    તેને સોસ અને ચટણી વડે ગાર્નિશ કરો. રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes