જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)

Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916

#NSD

સેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.

વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે.....

જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)

#NSD

સેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.

વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 12 નંગબ્રેડ
  2. 3 નંગટામેટા
  3. 150 ગ્રામકાકડી
  4. 2 નંગકેપ્સિકમ
  5. જરૂર મુજબ ગ્રીન ચટણી
  6. જરૂર મુજબ બટર
  7. 2 નંગચીઝ ક્યુબ
  8. જરૂર મુજબ ચાટ મસાલો
  9. જરૂર મુજબ ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેપ્સિકમ, ટામેટા અને કાકડી ને રિંગ ની જેમ ગોળ સ્લાઈસ કરો.

  2. 2

    હવે 1 બ્રેડ લઈ તેના પર બટર લગાવી ગ્રીન ચટણી લગાવો. ત્યારબાદ તેના પર કાકડી અને ટામેટા ની સ્લાઈસ મૂકો.

  3. 3

    હવે બીજી બ્રેડ લઈ તેના પર બટર અને ગ્રીન ચટણી લગાવી તેને ઊંધી મૂકો અને તેના પર કેપ્સિકમ રિંગ મૂકો.

  4. 4

    પછી ત્રીજી બ્રેડ લઈ તેના પર પણ બટર અને ગ્રીન ચટણી લગાવી ઊંધી મૂકો. આ રીતે ત્રિપલ લેયર સેન્ડવીચ તૈયાર કરો.

  5. 5

    હવે તેના પર પાછું થોડું બટર લગાવી ગ્રીલ સેન્ડવીચ મેકર માં ગ્રીલ કરવા મૂકો.

  6. 6

    આ જ રીતે બધી સેન્ડવીચ રેડી કરો. ગ્રીલ થયા પછી તેને 1 પ્લેટ માં કાઢી લઈ તેના પીસ કરી તેને ચીઝ થી ગાર્નિશ કરો.

  7. 7

    તો રેડી છે જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ તેને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes