રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#GA4
#Week10
મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊

રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week10
મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ થી ૨:૩૦ કલાક
૨ વ્યક્તિ માટે
  1. લીટર દૂધ
  2. લીંબુ
  3. ૧ વાટકીખાંડ
  4. ૩ વાટકીપાણી
  5. ૧ ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

૨ થી ૨:૩૦ કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવું. બરાબર ઉકળે એટલે તેમાં એક લીંબુના રસમાં થોડું પાણી નાખી ધીરે ધીરે તેમાં નાખી હલાવી દૂધ ને ફાડવું..

  2. 2

    દુધ ફાટી જાય એટલે તેને એક જીણા કપડાંમાં નીચે ચારણી રાખી ગાળી લેવું.

  3. 3

    પછી નળ નીચે રાખી બરાબર ધોઈ લેવું.

  4. 4

    પછી નીચોવી બધું પાણી નીતરી જાય એટલે ૧ દોઢ કલાક નીતરવા દેવું.. તૈયાર બાદ એક બાઉલ માં કાઢી લો..

  5. 5

    પનીર ને ખુબજ સારી રીતે મસળવું...બરાબર મસળી લો પછી તેમાં એક ચમચી કોર્ન ફ્લોર નાખી ફરી થી ખુબ મસળવું...

  6. 6

    પછી તેના નાના લુવા કરી બોલ બનવા ક્રેક ના રહે તે જોવું... ગોળ બનવા હોય તો ગોળ નહી તો થોડા ચપટા પણ બનાવી શકાય...મે અહીંયા ચપટા બનાવ્યા છે...

  7. 7

    ત્યાર બાદ એક પહોળા વાસણમાં એક વાટકી ખાંડ નાખી તેમાં ૩ વાટકી પાણી નાખી ઉકળવા મુકો... બરાબર ઉકળે એટલે તેમાં એક એક કરીને બધા બોલ નાખવા...

  8. 8

    થોડું એક્સ્ટ્રા પાણી ગરમ કરી રાખવું... કારણકે જેમ ઉકાળશે તેમ પાણી સોસાય જશે...તો પાચ પાચ મિનીટ એ ૨ ચમચી ગરમ પાણી નાખતા જવું જેથી એકદમ સોફ્ટ અને ફૂલી જશે... બહુ પાણી નથી નાખવાનું...એક બે વાર જ...૧૫ થી ૨૦ મિનીટ માં રેડી થઈ જશે....

  9. 9

    તૈયાર છે એકદમ સોફ્ટ ને સ્પોન્જી રસગુલ્લા....😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Doshi
Hina Doshi @cook_25884980
પર

Similar Recipes