રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટું રીંગણ
  2. ૪-૫ લીલી ડુંગળી
  3. ૫૦ ગ્રામ લીલું લસણ
  4. મોટા ટામેટાં
  5. ૩ ચમચીતેલ
  6. ૧+૧/૨ ચમચી મરચું પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧+૧/૨ ચમચી ધાણજીરૂ
  9. ૧/૪ ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. કોથમરી જરૂર મુજબ
  12. સર્વ કરવા - રોટલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોટું રીંગણ લો. તેને તેલ લગાવી ગેસ પર શેકી લો.

  2. 2

    રિંગણું બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેની છાલ કાઢી લો. હવે તેને મેશ કરી લો. એક પેન માં તેલ મૂકો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં લીલી ડુંગળી, લીલું લસણ, તેમજ ટામેટાં નાખી મિક્સ કરી થોડી વાર ચડવા દો.

  4. 4

    હવે તેમાં મરચું, ધાણાજીરૂ, હળદર, ગરમ મસાલો તેમજ સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે તેમાં મેશ કરેલ રીંગણ નાખી બરાબર હલાવી લો. ૨ મિનિટ ચડવા દો. ઓળો તૈયાર... ઉપર જરૂર મુજબ કોથમરી છાંટી ગરમ રોટલા સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes