કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe in Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

#GA4 #Week14
ફક્ત થોડા જ ઘટકો થી થોડા જ સમયમાં બની જતા ટેસ્ટી લાડુ

કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe in Gujarati)

#GA4 #Week14
ફક્ત થોડા જ ઘટકો થી થોડા જ સમયમાં બની જતા ટેસ્ટી લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
12 નંગ
  1. 75 ગ્રામછીણેલુ નારીયેળ (ફ્રેશ અથવા ડ્રાય કોઇપણ લઇ શકાય)
  2. 5 ટેબલસ્પૂનકન્ડેન્શ્ડ મીલ્ક
  3. 1 ટેબલસ્પૂનઘી
  4. 2 ટેબલસ્પૂનછીણેલો માવો અથવા મીલ્ક પાઉડર
  5. કેસર (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક નોન સ્ટીક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લ્યો.

  2. 2

    તેમાં છીણેલુ નારીયેળ ઉમેરો. 2 મીનીટ સુધી ધીમી ફેલ્મ પર સાંતડી લ્યો.

  3. 3

    હવે તેમાં કન્ડેશ્ડ મીલ્ક ઉમેરો. બરાબર મીક્સ કરી લ્યો.

  4. 4

    ત્યારબાદ તેમાં માવાનું છીણ અથવા મીલ્ક પાઉડર ઉમેરો.

  5. 5

    આ સમયે પલાળેલ કેસર કરી શકાય. તેના થી સરસ આછા પીળા રંગના લાડુ બનશે.

  6. 6

    મીશ્રણ પેન માંથી છુટ્ટુ પડે ત્યાં સુધી તેને પકાવવું.

  7. 7

    પછી હાથને ઘી વડે ગ્રીસ કરીને લાડુ વાળી લ્યો અને કોપરાના ખમણથી કવર કરી લ્યો.

  8. 8

    તૈયાર છે કોકોનટ લડ્ડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

Similar Recipes