બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા.

બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)

#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩વ્યક્તિ
  1. ૮ નંગબ્રેડ
  2. ૧૦૦ ગ્રામ ચીઝ
  3. રેડ સોસ બનાવવા માટે*****
  4. ૪ નંગ ટામેટા
  5. ૧ નંગ ડુંગળી
  6. ૫ નંગ લસણ
  7. ૧ ટુકડો આદું ની પેસ્ટ
  8. સ્વાદ મુજબ મીઠુ
  9. સ્વાદ મુજબ ખાંડ
  10. વ્હાઈટ સોસ માટે ****
  11. ૨ સ્પૂનમાખણ
  12. ૨ સ્પૂનમેંદો
  13. ૧ કપદુધ
  14. ૧ સ્પૂનઓરેગાનો
  15. ૧ સ્પૂનમરી પાઉડર
  16. સ્વાદ મુજબમીઠું
  17. સ્ટફિંગ માટે વેજિટેબલ*****^
  18. ૧/૨ ટુકડો આદું ની પેસ્ટ
  19. ૧/૨ કપ મકાઈ
  20. ૪ નંગ કળી લસણ
  21. ૧ નંગ ગાજર
  22. ૧ નંગ કેપ્સિકમ
  23. ૧/૨ સ્પૂનમરી પાઉડર
  24. ૧ ચમચી ઓરેગાનો
  25. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  26. ૨ ચમચી તેલ
  27. સ્વાદ મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ વ્હાઈટ સોસ બનાવવા માટે,એકનોનસ્ટીકમાં ૨ચમચી માખણ ગરમ કરી, તેમાં મેંદો નાખી સતત હલાવી સાંતળી લેવો. પછી તેમાં દુધ નાખી સતત હલાવતા રહેવું. (ગઠ્ઠા ના રહે તે ખાસ જોવું.) હવે થોડું ઘટ્ટ થાય એટલે એમાં ૧ ચમચી ઓરેગાનો તથા ૧ ચમચી મરી પાઉડર નાખી મીક્ષ કરી લેવું. છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી લેવું. વ્હાઈટ સોસ તૈયાર. હવે ગેસ બંધ કરી તેને એક વાડકામાં કાઢી લેવો.

  2. 2

    રેડ સોસ માટે :- ગેસ ચાલુ કરી (મધ્યમ આંચ પર રાખવો), ૨ ચમચી તેલ ગરમ કરવું. તેમાં ૨ ચમચી લસણ નાખી સાંતળી લેવું. પછી સમારેલી ડુંગળી નાખી સાંતળી લેવું. પછી ટામેટાની પ્યુરી નાખી મીક્ષ કરવું. પછી તેમાં લાલ મરચું + ૧/૨ ચમચી ચીલી ફ્લેકસ + ૧ ચમચી ઓરેગાનો નાખી મીક્ષ કરવું. પછી પાણી ઉમેરી ૫ મીનીટ ઢાંકીને ચડવા દેવું.

  3. 3

    છેલ્લે ખાંડ નાખી હલાવો પછી નોર્મલ થાય ત્યારે મીક્સચર મા પીસી લો તોરેડ સોસ તૈયાર છે.

  4. 4

    સ્ટફીંગ માટે વેજીટેબલ બનાવવા એકનોનસ્ટીકમાં ૨ ચમચી તેલ ગરમ કરી, તેમાં ૨ ચમચી સમારેલ લસણને સાંતળવું. પછી તેમાં મકાઈ,કેપ્સીકમ,ગાજર નાખી ચડવા દો પછી તેમાં સમારેલ ટામેટા નાખી મીક્ષ કરવું. પછી ૧/૨ ચમચી ઓરેગાનો,૧ ચમચી ચીલી ફ્લેકસ,સ્વાદ મુજબ મીઠું નાખી ખુબ સરસ રીતે મીક્ષ કરવું.

  5. 5

    હવે ગેસ પર કડાઈમાં રેતી લઈ, તેમાં સ્ટેન્ડ મુકી, કડાઈ ઢાંકીને પ્રી હીટ કરવા મુકવું. કેકના ડબ્બાને (તમે બીજા વાસણમાં પણ મુકી શકો.) માખણથી ગ્રીસ કરી લેવો. બધી બ્રેડને વેલણની મદદથી એકદમ પાતળી વણી લેવી.

  6. 6

    હવે બ્રેડ પર રેડ સોસ અને એની પર વ્હાઈટ સોસ પાથરવો. પછી તેના પર તૈયાર કરેલ વેજીટેબલ પાથરવા. અને તેની પર છીણેલી ચીઝ પાથરવી.

  7. 7

    આ રીતે તેના પર પછી બ્રેડ મૂકીરેડ સોસ અને એની પર વ્હાઈટ સોસ પાથરવો. પછી તેના પર તૈયાર કરેલ વેજીટેબલ પાથરવા. અને તેના પર ખમણેલુંચીઝ પાથરવું.

  8. 8

    હવે આ તૈયાર કરેલ ટીનને પ્રી- હીટ કરેલ કઢાઈમાં મુકી, ઢાંકીને ૩૦ મીનીટ મીડીયમઆંચ પર થવા દેવું. થઈ જાય એટલે ગેસ બંધ કરી ટીનને કાઢી લેવું. પછી ૫ મીનીટ પછી ચપ્પાની મદદથી કાપીને સર્વિંગ પ્લેટમાં કાઢવું

  9. 9

    તો રેડી છે testi લઝનીયા જે ગરમ ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes