દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week17
#Dal Makhani
દાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.

દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

#GA4
#Week17
#Dal Makhani
દાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ અડદ
  2. ૫૦ ગ્રામ ચણા ની દાળ
  3. ૨ ચમચીબટર
  4. ૬-૭ કળી લસણ ની પેસ્ટ
  5. મોટો પીસ આદુ
  6. અમૂલ ફ્રેશ ક્રીમ
  7. બાઉલ સમારેલી ડુંગળી
  8. બાઉલ ટોમેટો પ્યુરી
  9. લીલું મરચું
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. મીઠું
  12. ૧ ચમચીહળદર
  13. ૧ ચમચીમરચું
  14. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાલ અને અડદ ૧૦ કલાક માટે પલાળી લો.પછી બંને ને બાફી લો.૫ વ્હિસ્લ કરી લેવી ને આ બધા ઘટકો રેડી કરી લો.

  2. 2

    હવે ૧ પેન મા બટર નાખી ને ગરમ મૂકો.બટર ગરમ થઇ જઈ એટલે તેમાં લસણ ની પેસ્ટ,આદુ ખમની ને એડ કરો તેને ૨ મિનીટ થઈ એટલે સમારેલી ડુંગળી નાખો.

  3. 3

    તે ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં મરચું,હળદર,હીંગ,મીઠું એડ કરો.૨ મિનીટ હલાવી ને તેમાં ટામેટા ની પ્યુરી નાખી દો.

  4. 4

    તેને ૨ મિનીટ હલાવી ને તેમાં ચણા ની દાલ અને અડદ એડ કરી ને હલાવી લો. તેમાં ૧ નાનો ગ્લાસ પાણી નાખી ને લીડ થી કવર કરી દો.૫ મિનીટ પછી તેમાં ગરમ મસાલો,લીલા મરચાં એડ કરી દો.

  5. 5

    ત્યારબાદ ૨ મિનીટ હલાવી ને તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ ૩ ચમચી નાખી ને હલાવી લો.ને ૫ મિનીટ ફરી થી લીડ થી કવર કરી લો.

  6. 6

    હવે આ દાલ મખની ને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી લો.તો રેડી છે ગરમ ગરમ દાલ મખની.........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

Similar Recipes