દાલ મખની (Dal Makhani recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week1
#ટ્રેડિંગ
#પંજાબી
દાલ મખની એ ઉત્તર ભારતની એક પંજાબી ડિશ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે પચવામાં થોડી ભારે હોય છે.

દાલ મખની (Dal Makhani recipe in Gujarati)

#GA4
#Week1
#ટ્રેડિંગ
#પંજાબી
દાલ મખની એ ઉત્તર ભારતની એક પંજાબી ડિશ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે પચવામાં થોડી ભારે હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપકાળી અડદની દાળ
  2. ૧/૪ કપરાજમા
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૪ નંગ મિડીયમ સાઈઝ ટમેટાની પ્યુરી
  5. ૧/૨ ચમચીજીરુ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૨ ચમચીઘી
  11. ૨ ચમચીબટર
  12. ૨ ચમચીફ્રેશ મલાઈ
  13. ૧/૨ ચમચીકસ્તુરી મેથી
  14. સ્વાદ અનુસારમીઠું
  15. જરૂર મુજબ કોથમીર
  16. ૧ ડાળી મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કાળી અડદની દાળ અને રાજમાને છ કલાક માટે પાણીમાં પલાળી રાખવા. ચોખા પાણીથી બે વખત ધોઈ કુકરમાં બાફવા માટે મૂકવી. બાફતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરવું. કુકર ની પહેલી બે સીટી ફાસ્ટ તાપે અને પછીની પાચક સીટી ધીમા થી મધ્યમ તાપે કરવી.

  2. 2

    એક કડાઈમાં ઘી લઈ તેમાં જીરૂ સોતડવું. પછી તેમાં લીલો લીમડો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવી.તે સોતડાય જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર અને ગરમ મસાલો ઉમેરવો.

  3. 3

    હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરવી. પ્યૂરી બરાબર ચડી જાય તેટલી વાર ઉકાળવું.

  4. 4

    બાફેલી અડદની દાળ અને રાજમાને બે વખત ચોખ્ખા પાણી થી ધોઈ નાખવા. હવે તેને કડાઈમાં ટમેટાની પ્યુરી વાળો જે વઘાર તૈયાર કરેલો છે તેમાં ઉમેરવું.

  5. 5

    ત્રણથી ચાર મિનિટ ફાસ્ટ ગેસે ઉકળવા દેવું. હવે તેમા મીઠુ અને કસુરી મેથી ઉમેરવી.

  6. 6

    હવે તેમાં બટર ઉમેરવું. બે મિનીટ ઉકળી જાય એટલે તેમાં અડધો કપ જેટલું ફ્રેશ ક્રીમ ઉમેરવું. ફ્રેશ ક્રીમ ને બદલે દૂધની મલાઈ પણ લઈ શકાય.જેથી દાળ એકદમ ક્રિમી અને રિચ થઈ જશે.

  7. 7

    મલાઈ ઉમેરીને ગેસ તરત જ ઓફ કરી દેવો. હવે દાળ એકદમ તૈયાર છે.

  8. 8

    દાલ મખની સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes