ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#ટ્રેન્ડિંગ વાનગી
ઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

#ટ્રેન્ડિંગ વાનગી
ઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર લોકો
  1. 1/2કપ લીલી તુવેરના દાણા
  2. 1કપ સુરતી પાપડી
  3. ૧ નંગ શક્કરિયું
  4. ૧ નંગ બટાકો
  5. 2નાના કાચા કેળા
  6. 200ગ્રામ રતાળુ
  7. 100ગ્રામ સુરણ
  8. 5- 6 નાના રીંગણ
  9. 1/2કપ લીલું લસણ
  10. 1/2કપ લીલા ધાણા
  11. 1કપ લીલુ ખમણેલું નાળિયેર
  12. 2ચમચી સીંગદાણાનો ભૂકો
  13. 2ચમચી તલ
  14. 1ચમચી અજમો
  15. 1/4 ચમચી હળદર
  16. ૨ ચમચી વાટેલા આદુ મરચાં ની પેસ્ટ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1ચમચી લીંબુનો રસ
  19. ૧ ચમચી ગરમ મસાલો
  20. 1ચમચી ધાણાજીરૂ
  21. ૧ ચમચી ખાંડ
  22. મુઠીયા બનાવવા માટે
  23. 1કપ બેસન
  24. 1/2 કપ જાડો ઘઉંનો લોટ
  25. ૧ કપ ઝીણી સમારેલી મેથી
  26. 1/2 કપ લીલું લસણ
  27. મીઠું સ્વાદાનુસાર
  28. 2ચમચી આદુ મરચાની પેસ્ટ
  29. ૧ ચમચી ખાંડ
  30. 1ચમચી લીંબુનો રસ
  31. 1ચમચી તેલ
  32. તેલ તળવા માટે
  33. 1/4 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક કૂકરમાં સુરતી પાપડી અને અને તુવેરના દાણાને થોડું મીઠું નાખીને બાફી લો

  2. 2

    મુઠીયા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો અને ઘઉંનો લોટ મિક્સ કરો હવે તેમાં મેથી, આદુ-મરચા-લસણની પેસ્ટ અને લીલું લસણ નાખીને મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં થોડી ચપટી હળદર,ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને ખાંડ ઉમેરો

  4. 4

    બધું બરાબર મિક્સ કરીને લેવામા એક ચમચી તેલ નાખીને બરાબર મિક્ષ કરીને નાના-નાના લંબગોળ આકારના મુઠીયા બનાવો

  5. 5

    તેલ ગરમ કરવા મુકો અને તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં મૂઠિયાં અને તળી નાખો

  6. 6

    હવે આ જ તેલમાં કાચા કેળા સુરણ,રતાળુ, શક્કરિયા અને બટાકાને પણ વારાફરતી એક-એક કરીને તળી લો

  7. 7

    બધાને એકસાથે તળવા નહીં કારણ કે દરેક શાકને ચઢવા માટે અલગ-અલગ ટાઈમ જોઈએ છે

  8. 8

    ઊંધિયા નો મસાલો બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં લીલું ખમણેલું નાળિયેર અને તેમાં બે ચમચી સીંગદાણાનો ભૂકો નાખો આમ કરવાથી ઊંધિયા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે

  9. 9

    હવે તેમાં તલ અને અજમો ઉમેરો. થોડી ચપટી હળદર. હળદર નાખવાથી એનો કલર ખુબ જ સરસ આવે છે. ત્યારબાદ તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો

  10. 10

    તેમાં થોડો ગરમ મસાલો થોડું ધાણા-જીરુ લીલુ લસણ અને લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને આ મિક્સરને બરાબર મિક્સ કરી દો

  11. 11

    મિક્સર રેડી થઈ જાય એટલે એને બે ભાગમાં કરી દો હવે એક ભાગમાંથી આપણે થોડો મસાલો રીંગણ માં ભરીશું

  12. 12

    નાના રીંગણ લઈને તેને વચ્ચેથી બે ઉભા કાપીને તેમાં આ મસાલો ભરી શું

  13. 13

    મસાલો ભરાઈ જાય એટલે એક એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો હવે રીંગણને તેમાં દસ મિનિટ માટે ચડવા દઈશુંરીંગણ ને બહુ ચડવા દેવા નહીં કારણ કે આપણે પછી જ્યારે બધું શાક મિક્સ કરી ત્યારે ફરીથી થોડું ચડાવવાનું છે એટલે

  14. 14

    હવે બાકીના મસાલાની અંદર બધા તળી લીધેલા શાક મિક્સ કરી લેવા

  15. 15

    હવે આપણે જે કડાઈમાં રીંગણને તળિયા તા એ જ કડાઈમાં મુઠીયા તળેલું તેલ લેવાનું એને ગરમ કરીને તેમાં અજમો નાખો. હવે તેમાં બાફેલા તુવેરના દાણા અને સુરતી પાપડી ઉમેરો

  16. 16

    હવે એમાં આપણે છે સાઇડ ઉપર મસાલો કાઢ્યો હતો 1/2 એને એની ઉપર મિક્સ કરો અને પછી તેમાં ફરીથી ચપટી હળદર અને મીઠું નાખો

  17. 17

    એને બરાબર હલાવીને હવે એની ઉપર મસાલા મિક્સ કરેલા બધા શાક પાથરી દો

  18. 18

    એની ઉપર આપણે તળેલા રીંગણ અને મુઠીયા પણ સરસ રીતે બરાબર મૂકી દો

  19. 19

    હવે એની ઉપર ઢાંકણ મૂકીને તેને 20થી 25 મિનિટ સુધી ચઢવા દો

  20. 20

    20થી 25 મિનિટ થઈ જાય એટલે એને એક વખત ચેક કરી લો કે રીંગણ બરાબર ચઢી ગયા છે કે નહીં જો રીંગણ ચડી ગયા હોય એનો મતલબ કે તમારું જો તૈયાર છે ખાવા માટે

  21. 21

    હવે તેને ઉપરથી લીલું લસણ અને લીલા ધાણા નાખીને મિક્સ કરો અને એને ગરમ ગરમ પૂરી જલેબી અને સેવ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Doshi
Komal Doshi @komal
પર
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

Similar Recipes