ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#MS
#undhiyu
#uttrayanspecial
#cookpadgujarati
#cookpadindia

ગુજરાતનું પારંપારિક "ઊંધિયું" એ મિશ્ર શાકની વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ "ઊંધુ" પરથી પડ્યું છે.
"માટલાનું ઊંધિયું કે માટીયાનું ઊંધિયુ" તરીકે ઓળખાતું આ પ્રાચીન ઊંધિયુંએ માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી અગ્નિ આપીને બનાવવામાં આવતું હતું. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. ઊંધિયું શિયાળુ વાનગી છે, જેમાં અલગ-અલગ શાકભાજી તેમજ મસાલાનો ભરપૂર ઉપયોગ થાય છે. તો ચાલો જાણીએ ઊંધિયું બનાવાની રીત વિશે.

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

#MS
#undhiyu
#uttrayanspecial
#cookpadgujarati
#cookpadindia

ગુજરાતનું પારંપારિક "ઊંધિયું" એ મિશ્ર શાકની વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ "ઊંધુ" પરથી પડ્યું છે.
"માટલાનું ઊંધિયું કે માટીયાનું ઊંધિયુ" તરીકે ઓળખાતું આ પ્રાચીન ઊંધિયુંએ માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી અગ્નિ આપીને બનાવવામાં આવતું હતું. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. ઊંધિયું શિયાળુ વાનગી છે, જેમાં અલગ-અલગ શાકભાજી તેમજ મસાલાનો ભરપૂર ઉપયોગ થાય છે. તો ચાલો જાણીએ ઊંધિયું બનાવાની રીત વિશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ વ્યક્તિ
  1. ♈️ બાફેલા શાક -
  2. ૧ કપલીલી તુવેર ના દાણા
  3. ૧ કપલીલા વટાણા
  4. ૧ કપપાપડી
  5. ૧ કપલીલાં ચણા
  6. ♈️ તળેલા શાક -
  7. ૧ કપકન્દ
  8. ૧ કપરતાળુ
  9. ૨ કપબટાકા
  10. થી ૧૦ નાના રીંગણ
  11. થી ૧૦ વઢવાણી મરચાં
  12. ♈️ મુઠીયા માટે -
  13. ૧ કપલીલી મેથી ના પાન
  14. ૧ કપઘઉં નો કકરો લોટ
  15. ૨ કપબેસન
  16. ૧ ચમચીઅજમો
  17. ૧ ચમચીઆદુ-મરચાંની પેસ્ટ
  18. લીંબુ નો રસ
  19. ૧/૪ ચમચીસોડા
  20. ૧/૪ ચમચીહિંગ
  21. ૪ ચમચીતેલ
  22. સ્વાદ મુજબ મીઠું
  23. જરૂર મુજબ તળવા માટે શીંગતેલ
  24. ♈️ પહેલાં વઘાર માટે -
  25. ૧ કપશીંગતેલ
  26. તમાલપત્ર
  27. લવિંગ
  28. લાલ સૂકા મરચાં
  29. ૧ ચમચીઅજમો
  30. ૧/૨ ચમચીહિંગ
  31. ૧ કપલીલું લસણ
  32. ૪ નંગટામેટા
  33. ૧ ચમચીતલ
  34. ૧/૨ કપટોપરાનું ખમણ
  35. ૫-૭મીઠા લીમડાના પાન
  36. ૩ ચમચીઆદું-મરચાં-લસણની પેસ્ટ
  37. ૨ ચમચીઊંધીયાનો મસાલો
  38. ૧ ચમચીહળદર
  39. ૨ ચમચીલાલ મરચું પાવડર
  40. ૨ ચમચીધાણાજીરું
  41. ૧ ચમચીગરમ મસાલો
  42. લીંબુનો રસ
  43. ૨ ચમચીખાંડ
  44. ૨ કપગરમ પાણી
  45. સ્વાદ મુજબ મીઠું
  46. ♈️ બીજા વઘાર માટે -
  47. ૧/૨ કપશીંગતેલ
  48. સૂકા લાલ મરચાં
  49. ૧/૨ ચમચીહીંગ
  50. ૧ ચમચીતલ
  51. ૧/૨ ચમચીઅજમો
  52. ૧ ચમચીલાલમરચું પાવડર
  53. ૨ ચમચીઊંધીયાનો મસાલો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા, કન્દ અને રતાળુની છાલ ઉતારીને મોટા ટુકડામાં સમારી લો. સાથે પાપડી, વટાણા, તુવેર અને લીલાં ચણાને સાફ કરી લો. ટામેટાં, મેથીની ભાજી અને કોથમીરને ઝીણી સમારી લો. આદું-મરચાં-લસણને વાટી લો.

  2. 2

    કૂકરમાં લીલા વટાણા, ચણા, લીલી તુવેરના દાણા અને પાપડી, પાણી, મીઠું અને સોડા નાખીને એક સીટી વગાડી લો.

  3. 3

    મુઠીયા માટે ઉપર મુજબની સામગ્રીને મિક્સ કરી અડધો કપ પાણી ઉમેરીને મીડીયમ કઠણ લોટ બાંધી લો. તેમાંથી મુઠીયા વાળી લો અને મધ્યમ તાપે તળી લો.

  4. 4

    હવે મુઠીયાને ગરમ પાણીમાં ૫ મિનીટ પલાળી રાખીને એક બાઉલમાં કાઢી લો.

  5. 5

    ત્યારબાદ તૈયાર કરેલા લોટને રીંગણ અને મરચાંમાં ભરી લો.

  6. 6

    અને પછી રીંગણ અને મરચાં ને ગરમ તેલમાં મિડીયમ ફ્લેમ પર તળી લો.

  7. 7

    સાથે બટાકા, કન્દ અને રતાળુ પણ તળી લો.

  8. 8

    હવે જાડા તળિયાવાળા વાસણમાં ૧ કપ તેલ ગરમ કરીને તેમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ, અજમો અને હીંગ નાખી હલાવી લો. પછી તેમાં બાફેલી પાપડી, ચણા, તુવેર, વટાણા, ટામેટાં, મીઠું અને આદુ,મરચાં,લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  9. 9

    ત્યારબાદ સૂકા મસાલા ઉમેરીને તેમાંથી તેલ છુંટું પડે ત્યાંસુધી સાંતળો. ૧ કપ ગરમ પાણીને મિક્સ કર્યા બાદ તળેલાં રીંગણ, બટાકા, કંદ, રતાળુ, મરચાં અને લીલું લસણ નાખી સાંતળો.

  10. 10

    અડધો કપ પાણી, લીંબુનો રસ, મીઠું અને ખાંડ નાખી ઢાંકીને ચડવા દો. ૧૦મિનીટ બાદ તેમાં મુઠીયા નાખીને મિક્સ કરીને ૫ મિનીટ બાદ ગેસ બંધ કરી દો.

  11. 11

    હવે, ઉપરથી બીજો વઘાર કરવા માટે વઘારીયાંમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલમરચા, અજમો, તલ, હિંગ, મરચું પાઉડર અને ઉંધીયાનો મસાલો નાખી મિક્સ કરીને ઊંધિયા પર રેડો અને સાથે કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  12. 12

    તેના પર કોથમીર, લીલું લસણ, તલ, ટોપરાનું ખમણ છાંટી લો. તો ઊંધિયું સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes