ઊંધિયું

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#goldenapron2
Week1
Gujarat

ઊંધિયુંએ એક મિશ્ર શાકની વાનગી છે, કે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે.

આ એક શિયાળુ વાનગી છે, જેમાં દક્ષિણ ગુજરાતમા ઉગાડવામાં આવતાં શાકભાજીઓ વપરાય છે.

સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે. જેને ગુજરાતમા લગ્ન આદિ પ્રસંગે પૂરી સાથે પીરસાય છે.આ પણ એક મિશ્ર શાક છે આને રોટલી કે ભાત સાથે ખવાય છે.

ગુજરાતમાં ઉતરાણ પર અને દશેરા પર પણ ઉંધીયુ ખૂબ જ ખવાય છે.
તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી બનાવીએ.

ઊંધિયું

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
Week1
Gujarat

ઊંધિયુંએ એક મિશ્ર શાકની વાનગી છે, કે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે.

આ એક શિયાળુ વાનગી છે, જેમાં દક્ષિણ ગુજરાતમા ઉગાડવામાં આવતાં શાકભાજીઓ વપરાય છે.

સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે. જેને ગુજરાતમા લગ્ન આદિ પ્રસંગે પૂરી સાથે પીરસાય છે.આ પણ એક મિશ્ર શાક છે આને રોટલી કે ભાત સાથે ખવાય છે.

ગુજરાતમાં ઉતરાણ પર અને દશેરા પર પણ ઉંધીયુ ખૂબ જ ખવાય છે.
તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામસુરણ
  2. 250 ગ્રામસુરતી વાલોળ પાપડી ના દાણા
  3. 250 ગ્રામલીલી તુવેરના દાણા
  4. 4બટાકા
  5. 4રીંગણ નાના ભરવા માટે
  6. 5વઢવાણી મરચા ભરવા માટે
  7. 250 ગ્રામસમારેલી મેથી
  8. 250 ગ્રામસમારેલી દુધી
  9. 1વાટકી આદુ-મરચા-લસણની પેસ્ટ
  10. ૨ ચમચી હળદર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 ચમચીધાણાજીરૂ
  13. 2 ચમચીકાશ્મીરી મરચું
  14. 750 ગ્રામતેલ(તળવા માટે વઘાર માટે મોવણ માટે)
  15. 150 ગ્રામલીલા ધાણા
  16. 2કાચા કેળા
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 લિટરપાણી
  19. 1/2 ચમચીહિંગ
  20. 5-6પાન મીઠો લીમડો
  21. 2પાન તમાલપત્ર
  22. 2સૂકા લાલ મરચા
  23. 1 ચમચીરાઈ
  24. 1 ચમચીજીરૂ
  25. 1 ચમચીઅજમો
  26. 3 મોટી ચમચીતલ
  27. 1 મોટો ચમચોસિંગદાણાનો ભૂકો
  28. 1 મોટો ચમચોકોપરાનું છીણ
  29. 1 ચમચીખાંડ
  30. 1મોટા લીંબુનો રસ
  31. સજાવવા માટે ઝીણી સેવ ઓપ્શનલ છે

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણીને બરાબર ઉકળવા દો પાણી ઉકળી ગયા બાદ તેમાં તુવેરના દાણા સુરતી વાલોર પાપડી ના દાણા બટાકાના છોલીને મોટા કરેલા કટકા સૂરણના છોલીને કાણા પાડીને તૈયાર કરેલા કટકા નાખી થોડું મીઠું નાખી અધકચરા ચડવા દો અધકચરા શાકભાજી બફાઈ ગયા બાદ કાણાવાળા ટોપા માં કાઢી લો. બટાકા કાચા કેળા અને સૂરણના કટકાને તેલ મૂકીને ફ્રાય કરી લો

  2. 2

    હવે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં તેલનું મોણ નાખો હવે તેમાં મેથીની ભાજી છીણેલી દૂધી મીઠું મરચું હળદર આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બરાબર હલાવો જોઈતા પ્રમાણમાં પાણી નાખી નાના નાના મુઠીયા વાળી આ મુઠીયા ને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો

  3. 3

    એક ડીશમાં થોડો ચણાનો લોટ લઇ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું આદુ-મરચા-લસણની પેસ્ટ તેલ ખાંડ તલ ગરમ મસાલો બધું નાખી બરાબર મિક્સ કરી ભરવા માટે નો મસાલો તૈયાર કરો હવે રીંગણ ને ધોઈ તેની પાછળની અડધી ડીચ કાપી આગળથી ઉભો અને આડો કાપો મુકો રીંગણ આખું ન કપાઈ જાય તેનું ધ્યાન રાખો આજ રીતે નાના ગોળ મરચા પણ આપો રીંગણમાં અને મરચામાં આ મસાલો ભરી અને રવૈયા તૈયાર કરો આર રીંગણના અને મરચાના રવૈયા ને એક પેનમાં તેલ મૂકી અધકચરા સાંતળી લો

  4. 4

    કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો હવે તેમાં રાય અજમો જીરૂ તલ ને તતડવા દો હવે તેમાં લીલો લીમડો લાલ સુકા મરચા તમાલપત્ર ના પાન અને હિંગ નાખી સીંગદાણાનો ભૂકો કોપરાનું નાખી બરાબર હલાવો હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી થોડીવાર થવા દો હવે તેમાં જરૂરિયાત મુજબ હળદર મીઠું કાશ્મીરી લાલ મરચાનો પાવડર ધાણાજીરૂ ગરમ મસાલો અડધી ચમચી ખાંડ નાખી બરાબર હલાવો હવે તેમાં તુવેરના દાણા અને વાલોર પાપડી ના દાણા નાખી થોડી વાર હલાવો હવે તેમાં તળેલા મુઠીયા તળેલા સૂરણ અને બટાકાના કટકા અને ફ્રાય કરેલા રીંગણ અને મરચા નાખી બરાબર ઉછાળો

  5. 5

    હવે તેમા ઉપરથી લીંબુ નો રસ ધાણા નાંખી પેન ને એકબાજુ સાણસી થી પકડી બીજી બાજુ ઉછાળો ચમચાથી હલાવવું નહીં ચમચાથી હલાવીએ તો બધું શાકભાજી મેશ થઇ જશે હવે શાકભાજીને ઢાંકીને થોડીવાર ચડવા દો હવે આ ઊંધિયું તૈયાર છે ઉંધિયા ને સર્વિંગ બાઉલમાં કાઢી લીલા ધાણા લીલુ લસણ ઝીણી સેવ વગેરેથી ગાર્નિશ કરો આ ઉંધિયા ને લીલા ધાણાની ચટણી આમલીની ચટણી ભાત અને પુરી સાથે સર્વ કરો તૈયાર છે અહીંયા આપણી ટ્રેડિશનલ ગુજરાતી રેસીપી ઊંધિયું

  6. 6

    તૈયાર કરવામાં આવેલી રેસિપી ને સુંદર રીતે પ્રેઝન્ટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

ટિપ્પણીઓ

Similar Recipes