ઓટ્સ ચીક્કી (ગ્રેનોલા બાર) (Granola Bar Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week18
#Chikki

ચીક્કી એ ઊત્તરાયણ ની સીગ્નેચર ડીશ છે. એના વગર ઊત્તરાયણ અધૂરી ગણાય. આજે મે ચીક્કી નુ એકદમ હેલ્ધી વર્ઝન બનાવ્યુ છે ઓટ્સ ની ચીક્કી, જે ગ્રેનોલા બાર તરીકે ઓળખાય છે. આ ચીક્કી પ્રોટીન થી ભરપૂર છે એટલે નાના મોટા સૌ માટે ખૂબ જ હેલ્ધી છે. અને ટેસ્ટી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કપરોલ્ડ ઓટ્સ
  2. ૧ કપચોપ્ડ ડ્રાય ફ્રૂટ
  3. ૧ ટેબલસ્પૂનસૂકી દ્રાક્ષ
  4. ૧ ટેબલસ્પૂનડ્રાય બ્લૂબેરી
  5. ટેબલસ્પૂનડ્રાય ક્રેનબેરી
  6. ૨ ટેબલસ્પૂનઘી
  7. ૧ કપગોળ
  8. ૧/૪કપ સમારેલી ખજૂર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં ઓટ્સ લો અને તેને ધીમા તાપે શેકી લો. શેકાઈ જાય એટલે એક બાઉલ મા કાઢી લો.

  2. 2

    હવે પેન મા ૧ ટેબલસ્પૂન ઘી લઈ એમા સમારેલા ડ્રાયફ્રૂટ શેકી લો. શેકાઈ જાય એટલે તેને ઓટ્સ મા ઉમેરી દો.

  3. 3

    હવે તેમા ખજૂર, દ્રાક્ષ, બ્લૂબેરી અને ક્રેનબેરી ઉમેરો અને બધુ બરાબર મીક્સ કરી લો.

  4. 4

    હવે એક પેન મા ઘી લો અને તેમા ગોળ ઉમેરો. ગોળ ઓગળી જાય ત્યા સુધી સતત હલાવતા રહો. ગોળ નો કલર બદલાય જાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે તેમા ઓટ્સ નુ મીશ્રણ ઉમેરી ને બરાબર મીક્સ કરી લો અને ગ્રીઝ કરેલી ટ્રે મા પાથરી દો.

  6. 6

    ઠંડુ થઇ જાય એટલે ચોરસ ટુકડા કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

Similar Recipes