ચોકો તલ ચીક્કી (Choco Til Chiki Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#GA4
#Week18
#Chikki
#ચોકો તલ ચીક્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 - 4 વ્યક્તિ માટે
  1. 1બાઉલ - તલ
  2. 1બાઉલ - ગોળ
  3. 2-3 ટી સ્પૂન- ઘી
  4. 2-3 ટી સ્પૂન- રોઝ એસેન્સ (optional)
  5. 50 ગ્રામ- ડાર્ક ચોકલેટ
  6. 50 ગ્રામ- મિલ્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    કઢાઈ મા તલ શેકી લેવા.

  2. 2

    5 - 7 મિનિટ માં તલ સેકાઈ જસે.તે સેકાઇ જાય એટલે તેને કોટન ના કપડાં પર ફેલાવી દેવા.

  3. 3

    કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકી ગોળ ઉમેરવો. થોડો કલર બદલાય એટલે પાણી માં ચાસણી નું 1 ટીપુ મૂકી જોઈ લેવું. જો તે ટીપુ તોડીએ ત્યારે તરત જ તુટી જાય તો ચાસણી થઈ ગઈ એમ સમજી લેવું.

  4. 4

    ત્યારબાદ તેમાં રોઝ એસેન્સ ઉમેરી તરત જ તલ ઉમેરી હલાવી લેવા.આ ક્રિયા થોડી જલ્દી કરી લેવી.

  5. 5

    બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી જે જગ્યા પર પાથરવાની હોય ત્યાં ઘી થી ગ્રીસ કરી વેલણ ને પણ ગ્રીસ કરી તે જગ્યા પર ચીક્કી મૂકવી.

  6. 6

    ઘી વાળો હાથ કરી હાથ થી થોડી થપથપાવી ફટાફટ વણી લેવી.

  7. 7

    બીજી બાજુ ચોકલેટ ને મેલ્ટ કરી લેવી. ડબલ બોઈલર અથવા oven માં.

  8. 8

    તે મેલ્ટ થઈ જાય એટલે ચમચી ની મદદ થી તેને ચીક્કી પર ફેલાવી દેવી.

  9. 9

    આખો રોટલો કવર થઈ જાય એ રીતે લગાવી દેવી. પિત્ઝા કટર થી કાપા પાડી રાખવા.

  10. 10

    તેને સેટ થવા ફ્રીઝ માં 10- 15 મિનિટ માટે મૂકી દેવી.

  11. 11

    ફ્રીઝ માંથી બાર કાઢી માર્ક કરેલા કાપા થી તેના ટુકડા કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes