સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#GA4
#Week18
#Chikki
ક્રશ્ડ પીનટ ચીક્કી (સીંગ ની ચીક્કી)

સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)

#GA4
#Week18
#Chikki
ક્રશ્ડ પીનટ ચીક્કી (સીંગ ની ચીક્કી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨ કપસીંગ
  2. ૨ કપસમારેલો ગોળ
  3. ૧ ટેબલસ્પૂનઘી
  4. ૨ ટેબલસ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ સીંગ ને શેકી લો પછી એના ફોતરા કાઢી ને મિક્સરમાં અધકચરી પીસી લો.

  2. 2

    હવે એક કડાઈમાં ગોળ ઉમેરો અને એમાં ઘી ઉમેરીને બરાબર મિક્સ કરો અને બે ચમચી પાણી ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી બરાબર હલાવતા રહો. ગોળ પીગળી જાય પછી એમાં બબલ્સ થવા લાગશે. સતત હલાવ્યા કરવું. હવે ચાસણી નો કલર બદલાવા લાગે પછી એક બાઉલમાં ઠંડુ પાણી લો અને એમાં થોડી ચાસણી ઉમેરી ને ચેક કરો.જો ચાસણી એકદમ કડક લાગે અને તૂટી જાય તો ચાસણી તૈયાર છે અને જો રબરની જેમ વળી જાય તો હજુ ચાસણીને થોડી વાર ચઢવા દેવી અને ૨ મિનિટે ચેક કરવું.

  3. 3

    હવે તૈયાર થયેલી ચાસણીમાં પીસેલી સીંગ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    મિક્સ કર્યા બાદ તરત જ એક તેલ લગાવેલી જગ્યા પર ચીકી ને ઉમેરો અને વેલણથી વણી લો. સીંગ ની ચીકી છે એટલે થોડી જાડી જ રાખવી. હવે તરત જ કાપા પાડી લો અને અડધા કલાક સુધી ઠંડી થવા દો. ઠંડી થયા બાદ તેના પીસ અલગ કરીને કન્ટેનરમાં ભરી લો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

Similar Recipes