મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)

#GA4
#Week19
#Methi
#મેથી
#ચકરી
#chakri
#cookpadindia
#cookpadgujarati
શિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે.
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4
#Week19
#Methi
#મેથી
#ચકરી
#chakri
#cookpadindia
#cookpadgujarati
શિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ને ચારી ને એક બાઉલ માં લઇ લો. ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા નાખો (હાજમો હાથ થી મસળી ને નાખવો) અને મિક્સ કરો. હવે તેમાં ઘી નું મોણ અને સમારેલી મેથી ની ભાજી નાખી મિક્સ કરો.
- 2
હવે ગરમ પાણી થોડું થોડું ઉમેરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટ વધારે સોફ્ટ નહિ હોવો જોઈએ. લોટ તૈયાર છે. (ઘી નું મોણ અને ગરમ પાણી નાખવાથી ચાકરી ક્રિસ્પી બને છે).
- 3
હવે પેન માં તેલ ગરમ કરવા મુકો. ચકરી પાડવાના સંચા ને અંદર થી તેલ વડે ગ્રીઝ કરો. હવે તેમાં ચકરી ની જાળી લગાવી, લોટ ભરી, સંચો બંધ કરી એક મોટી થાળી અથવા પ્લાસ્ટિક શીટ ઉપર ચકરી પાડો. તેલ ગરમ થઇ જાય એટલે સ્લો-મીડીયમ ફ્લેમ પર બધી ચકરી વારા ફરથી તળી લો. ચકરી તળતી વખતે તરત હલાવવી નહિ. આછી ગુલાબી થાય પછી ફેરવવી. ગોલ્ડન બ્રોવન થાય તેવી તળી લો.
- 4
ફ્રેશ મેથી માંથી બનાવેલી મેથી ચકરી તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. એરટાઈટ ડબ્બા માં સ્ટોર કરવાથી 15-20 દિવસ સુધી બગડતી નથી. ચા-કોફી સાથે ચકરી ની મજા માણો.
Similar Recipes
-
-
બીટરુટ ચકરી (beetroot chakri recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ3ચકરી/ચકરી કે મુરુક્કુ જે પણ કહીએ એ એક કુરમુરી અને સ્વાદિષ્ટ નાસ્તા નું વ્યંજન છે જે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત માં બહુ પ્રચલિત છે. ગુજરાત/મહારાષ્ટ્ર માં ચકરી/ચકરી અને દક્ષિણ ભારત માં મુરુક્કુ થી પ્રચલિત ચકરી નું નામ તેના આકાર થી પડ્યું છે.સામાન્ય રીતે ચોખા ના લોટ થી બનતી ચકરી હવે વિવિધ લોટ અને સ્વાદ માં બનતી થઈ ગયી છે.બીટરુટ એ એક લોહતત્વ થી ભરપૂર એવું કંદ છે જે ઘણા ને પસંદ નથી આવતું. તેના સ્વાસ્થ્ય લાભ ને પામવા તેનો ઉપયોગ વિવિધ રૂપે કરવો પડે છે. આજે મેં ચકરી માં તેનો સ્વાદ ઉમેર્યા છે. મારો દીકરો જે બીટ ના નામ થી મોઢું બગાડે તે આ ચકરી હોંશે હોંશે ખાય છે.આશા છે આપ સૌ ને પણ પસંદ આવશે. Deepa Rupani -
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
મેથી ની ચકરી (Methi Chakri Recipe In Gujarati)
#DFT#Post1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#Methi_Chakri#VandanasFoodClubદિવાળી હોય ને દરેક ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે. ચકરી પણ ઘણા અલગ અલગ પ્રકારની બનાવતા હોય કોઈ ચોખાની તો કોઈ ઘઉંના લોટ ની તો કોઈ મેંદાની અને તેમાં પણ અલગ ફ્લેવર આપી ને પણ બનાવવામાં આવતી હોય છે. તો એવી જ રીતે આજે મે મેથી ની ચકરી બનાવેલ છે. Vandana Darji -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
મેથી ની ભાજી ની ચકરી (Fenugreek Chakri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં આપણે ચકરી તો બનાવતા જ હોઈએ છીએ પણ શું તમે આ મેથી ની ભાજી ની ચકરી ટ્રાય કરી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપણા ગ્રુપ ના એક મેમ્બર પાસેથી જ શીખી છું સોનલ સુવા પાસે. અને ખૂબ જ સરસ બની બધા ને બહુ ભાવી આ ચકરી. Sachi Sanket Naik -
મેથી ના ગાંઠીયા (Methi Ganthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમેથી. સ્વાસ્થ્ય વર્ધક છે ગમે તે રૂપે ખાય શકાય થેપલા, શાક કે તેનો અન્ય ઉપયોગ કરી ને સિયદા માં મેથી ખૂબ ખવાય એટલી સારી આજે મેથી ના ગાઠીયા બનાવિયા છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી તથા બનાવવા પણ સરળ છે . Varsha Karia I M Crazy About Cooking -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મેથી પાલક પૂરી(Methi palak poori Recipe in Gujarati)
#કૂકબુક#post2#પૂરી#મેથી#પાલક#દિવાળીસ્પેશ્યલમેથી પાલક પૂરી એક ઉત્તમ નાશ્તો છે. તે દિવાળી, સાતમ જેવા તહેવારો માં ખાસ બનાવવા માં આવે છે તથા દૈનિક નાશ્તા તરીકે પણ દરેક ગુજરાતી ના ઘર માં અવાર નવાર બનતી રહે છે. તે મુસાફરી માટે પણ ઉત્તમ વિકલ્પ છે. તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પૂરી ચા - કોફી સાથે સર્વ કરી શકાય છે.મેથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે, પાચન ક્રિયા માં મદદરૂપ થાય છે, હૃદય રોગના જોખમો ઘટાડે છે, શરીર માં સોજા ઘટાડે છે, શરદી-કફ માં રાહત આપે છે તથા ચામડી ના રોગો પણ મટાડે છે.એક રીતે પાલક કેન્સર અટકાવે છે, બ્લડ ખાંડ ઘટાડે છે, હાડકાના સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરે છે, વજન ઘટાડવામાં સહાયક છે, હાઇપર ટેંશન ઘટાડે છે તથા આંખો નું તેજ વધારે છે.મેથી પાલક પૂરી માં મેથી અને પાલક ના પાન નો ઉપયોગ થતો હોવા થી આપણને બંને ના ગુણો નો લાભ મળે છે. Vaibhavi Boghawala -
જુવાર ચકરી (jowar chakri recipe in Gujarati)
#diwali2021#cookpad_guj#cookpadindiaકુરમુરી અને ક્રિસ્પી એવી ચકરી એ ભારત નું બહુ જાણીતું તળેલું ફરસાણ છે. તહેવારો માં ખાસ બનતી ચકરી, નાના મોટા સૌને પસંદ આવે છે. ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યો માં વધારે પ્રચલિત ચકરી, ચકલી , મુરુકકુ વગેરે નામ થી પણ ઓળખાય છે. સામાન્ય રીતે ચોખા ના લોટ અને ઘઉં ના લોટ થી બનતી ચકરી બીજા ઘણા લોટ થી પણ બને છે.આજે મેં બહુ જ પૌષ્ટિક અને ગ્લુટેન ફ્રી એવા જુવાર ના લોટ ની ચકરી બનાવી છે.જુવાર અને જુવાર નો લોટ આમ તો સમગ્ર ભારત માં ખવાય છે પણ ઓછા પ્રમાણ માં. પરંતુ તેના માં રહેલા ભરપૂર પોષકતત્વો ને લીધે તેનો ઉપયોગ પ્રમાણ માં ઘણો વધ્યો છે. જુવાર ગ્લુટેન ફ્રી તો છે જ સાથે તેમાં લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. સાથે સાથે અમુક વિટામિન અને ખનિજતત્વો પણ સારી માત્રા માં હોય છે. જેના લીધે પાચનક્રિયા માં મદદરૂપ થાય છે અને બ્લડ સુગર લેવલ ને પણ કંટ્રોલ કરે છે. તો સાથે સાથે હૃદય અને હાડકાં ના સ્વાસ્થ્ય ની સંભાળ માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
ચકરી (Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2 દિવાળી ની તૈયારી બધા ના ઘરે જોરો શોરો થી ચાલી રહી છે. સાફ સફાઈ ની સાથે સાથે નાસ્તા પણ બધાને ત્યાં બની રહ્યા છે. દિવાળી માં ખાસ ખવાતા મઠિયા અને ચોળાફળી ની સાથે આ ચકરી પણ બધા બનાવતા જ હોય છે. Vandana Darji -
-
મેથી પુલાવ (Methi Pulao Recipe in gujarati)
શિયાળા દરમિયાન બહુ સરસ મેથી આવતી હોય છે અને બધા ને ખબર છે તેમ બહુ જ ગુણકારી પણ છે પછી તે ફ્રેશ હોય કે સુકવણી કરેલી કે પછી મેથી ના દાણા. મેં અહીંયા ફ્રેશ મેથી માંથી મેથી પુલાવ બનાવ્યો છે. બહુ જ ઓછા અને સરળતાથી મળે અને ઘર માં હાજર જ હોય એવા ingredients થી બની જાય છે.#GA4 #Week2 #methi #fenugreek Nidhi Desai -
-
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
ચોખા નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. દિવાળી માં મહેમાનો નું સ્વાગત કરી, ચા કે કોફી સાથે ખાવાનો આનંદ માણો. Manisha Sampat -
મેથી નું લોટારુ (Methi Lotaru Recipe In Gujarati)
મેથીનો ભૂકો એ દક્ષિણ ગુજરાતની લોકપ્રિય રેસીપી છે. Hemaxi Patel -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#post1#thepla#મેથીના_થેપલા (Methi Thepla Recipe In Gujarati ) ઠંડીની સિઝનમાં લીલા પાનના શાકભાજીના ખૂબ જ વિકલ્પ બજારમાં મોજૂદ હોય છે. આમ તો બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ હોતું નથી પરંતુ તમે એમાંથી કોઇ સ્વાદિષ્ટ ડિશ બનાવી દો, તો બાળકો અને વડીલો ખાઇ લે છે. ઠંડીમાં આવનારું એક ખૂબ જ પૌષ્ટિક શાક છે મેથી. આ મેથીથી તમે ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. ઘરમાં મેથીના થેપલા સૌથી વધારે પ્રચલિત હોય છે. ઠંડીમાં ગોળની સાથે મેથીના થેપલા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેથીના પાન નાંખીને બનાવવામાં આવેલા મેથીના થેપલા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. એ ખૂબ જ સરળતાથી બની પણ જાય છે. મેથીના થેપલા તમે બ્રેકફાસ્ટ અથવા લંચ કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ થેપલા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે. જેનાથી એને પચાવવા ખૂબ જ સરળ હોય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટની સામાન્ય સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડીટી, અપચાને ઠીક કરે છે અને ઠંડીમાં થનારી એલર્જીને પણ ઓછી કરે છે. થેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથીના થેપલા બનાવ્યા છે. Daxa Parmar -
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
ચકરી
#દિવાળીચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે. Krupa Kapadia Shah -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
રાઈસ ફ્લોર ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTRઆ ઇન્સ્ટન્ટ બની જતી ચકરી છે. તેમાં લોટ બાફવાની જરૂર નથી. ઘઉંની ચકરી કરતા થોડી વધારે ક્રિસ્પી થાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
ચકરી(Chakri Recipe in Gujarati)
ચકરી બધાં ની ફેવરીટ હોય છે. દિવાળી માં બધાં નાં ઘરે બને જ છે.#કૂકબૂક Ami Master -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#WEEK19#METHI મેથી એ આપણા સ્વાસ્થય માટે ખૂબ ગૂળકારી છે Dimple 2011 -
મેથી મસાલા સ્ટ્રીપ્સ (Methi Masala strips recipe in Gujarati)
#GA4#FENUGREEK#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA#cookbookઅહી મે મેથી ની ભાજી સુકવી ને તેમાં થી એક ફ્લેવર્ડ વાળી ચિપ્સ તૈયાર કરેલ છે, આ બનાવવા માટે મેથી શેકી ને લોટ માં ઉમેરવા થી મેથી ની ખુબ જ સરસ ફ્લેવર્સ આવે છે. મારા ઘર માં નાના મોટા દરેક ને ભાવે છે, તમે પણ ટ્રાય કરજો, બધાં ને પસંદ પડશે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (70)