ચકરી (Chakri recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#DIWALI2021
#cookpad_gujarati
#cookpadindia
ગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામઘઉંનો લોટ
  2. 100 ગ્રામચોખા નો લોટ
  3. 1 કપદહીં
  4. 1 કપઘર ની મલાઈ
  5. 2 ચમચીમરચાની પેસ્ટ
  6. 2 ચમચીસફેદ તલ
  7. 2 ચમચીજીરૂં
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીતેલ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. તળવા માટે
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ ને ચાળી રૂમાલમાં બાંધી પોટલી વાળી ને બાફી લો. પાંચ મિનિટ બફાઈ જાય પછી તેને દસ્તા થી ખાંડી પછી ચાળી લો.

  2. 2

    ચોખાનો લોટ અને ઘઉંનો લોટ બંને મિક્સ કરી લો. પછી તેમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, હળદર, તલ, જીરું, તેલ અને મલાઈ એડ કરી સારી રીતે મિક્સ કરી લો. પછી દહીં એડ કરી મધ્યમ કણક તૈયાર કરો. જરૂર પડે તો પાણી લેવું. દહીંથી લોટ બંધાઈ જશે.

  3. 3

    હવે સંચામાં ચકરીની જાળી લગાવી લોટ ભરો અને પ્લેટ માં સંચા થી ચકરી પાડી તૈયાર કરો.

  4. 4

    તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસની ફલેમ સ્લો રાખી ચકરી ને બંને બાજુ સરખી રીતે તળી લો. ક્રિસ્પી અને કુરકુરી ચકરી તૈયાર છે.

  5. 5

    ચકરી ઠંડી થાય પછી હવાચુસ્ત ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes