મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

#GA4
#Week19
#methi
આ ભાખરી ૧વિક સુધી સાચવી શકીએ છીએ. લાંબી મુસાફરી માં ઘર ની ભાખરી સૂકા નાસ્તા તરીકે લઈ જઈ શકીએ છીએ.

મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)

#GA4
#Week19
#methi
આ ભાખરી ૧વિક સુધી સાચવી શકીએ છીએ. લાંબી મુસાફરી માં ઘર ની ભાખરી સૂકા નાસ્તા તરીકે લઈ જઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨૦નંગ ભાખરી
  1. ૧ મોટો બાઉલ ઘઉં નો લોટ ભાખરી માટે કરકરું દલાવેલું
  2. ૧ કપ બારીક સમારેલી મેથી ની ભાજી
  3. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧ ચમચી હળદર
  5. ૧ ચમચી અજમો
  6. ૧ ચમચી ધાણા જીરું પાઉડર
  7. ૧ ચમચી સફેદ તલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૪ ચમચી તેલ
  10. ઘી શેકવા માટે
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું પાઉડર, મેથી ની ભાજી,અજમો, તલ, તેલ, નાંખી મિક્સ કરી લો.

  2. 2

    જરૂર પ્રમાણે પાણી નાખી કઠણ કણક બાંધવી, એક લુઓ લઈ ને મોટી સાઈઝ નો રોટલો વણી લો, તેમાંથી મન ગમતા માપ પ્રમાણે કટ કરી લો તેમાં છરી વડે કાપા પાડી દો.

  3. 3

    તવી ઉપર કાચી પાકી શેકી લો, થોડું ઘી મૂકી દબાવી ને શેકી લો. આ ભાખરી સૂકા નાસ્તા માટે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes