ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

sakshi Bhatt
sakshi Bhatt @cook_28492778
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિગ્રા ગાજર
  2. 1 ટેબલ સ્પૂન ઘી
  3. 1લીટર દૂધ
  4. 4 ટે.ચમચી મલાઈ
  5. 500 ગ્રામખાંડ
  6. 1 ટે.ચમચી ઈલાયચી પાઉડર
  7. 8-10બદામ ની કતરણ
  8. 8-10કાજૂ ના ટૂકડા
  9. 8-10કીસમીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ છીણી લેવા.

  2. 2

    હવે એક કડાકામાં ઘી લઈ ગરમ મૂકી ગાજર નુ છીણ ઉમેરી દેવુ અને તેને બરાબર શેકવુ.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરી બરાબર ચઢવા દેવુ. ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરવી. હવે બરાબર મિક્સ કરી દુધ બળવા દેવુ.

  4. 4

    ગાજર ચડી જાય અને દૂધ નો ભાગ ના રહે પછી તેમાં મલાઈ નાખવી. મલાઈ બરાબર મિક્સ થાય અને ખાંડ ઓગળી ગયા બાદ હલવો એકદમ કોરો થાય પછી તેમાં બદામ અને કાજુ નુ કતરણ, કીસમીસ, ઈલાયચી પાઉડર નાખી હલાવો.

  5. 5

    સર્વિંગ પ્લેટ માં કાઢી અને ડ્રાય ફ્રુટસ ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે બધા ને ભાવતો ગાજર નો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sakshi Bhatt
sakshi Bhatt @cook_28492778
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes