ક્રીમી ટોમેટો સુપ (Cream Tomato Soup Recipe in Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૭-૮ નંગટામેટાં (મોટા સમારેલા)
  2. ૧ નંગડુંગળી (મોટી સમારેલી)
  3. અડધો કપ દાંડી સાથે સમારેલી કોથમીર
  4. નાનો ટુકડો આદું
  5. ૩ નંગલીલા મરચા
  6. ૬, ૭ કળી લસણ
  7. ૧ નંગઇલાયચી ના દાણા
  8. ૫, ૬ મરી
  9. ૪ ચમચીઘી
  10. ૧ ચમચીકોનઁફલાર ૩ ચમચી પાણી મા ઓગાળેલો
  11. ૨ મોટી ચમચીખાંડ
  12. ૧ નાની ચમચીજીરુ
  13. ૧ ચમચીલાલ મરચું
  14. અડધો કપ ટોમેટો કેચપ
  15. ૧ મોટી ચમચીતાજી મલાઈ
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકર મા ૨ ચમચી ઘી ગરમ થાય એટલે તેમાં ટામેટા, લાલ મરચું, લીલા મરચા ડુંગળી, જીરુ, આદું, લસણ, ઇલાયચી ના દાણા, મરી અને ૧ કપ પાણી નાખી મિક્ષ કરી ૧ મિનિટ સુધી થવા દેવુ, પછી ઢાંકણ બંદ કરી ૩ વિસલ વગાડી લેવુ. ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે તેમાં દાંડી સાથે કોથમીર નાખી મિક્ષ કરી ને હેન્ડબલેનડર ફેરવી બરાબર ક્રશ કરી લેવુ.

  2. 2

    હવે તેમા એક કપ પાણી નાખી ને ગાળી લેવું. ત્યારબાદ એક પેન મા ૨ ચમચી ઘી મુકી ઘી ગરમ થાય એટલે તેમાં ગાળેલુ સુપ નાખી બરાબર ઊકળવા આવે એટલે તેમાં ખાંડ, મીઠું મલાઈ અને ટોમેટો કેચપ એડ કરી મિક્ષ કરી લેવુ. હવે તેમા પાણી મા ઓગળેલો કોનઁફલાર સુપ મા હલાવતા જઈ નાખી દેવુ. કોનઁફલાર નાખી સતત હલાવતા રહેવું સુપ થોડો થીક થાય એટલે ગેસ બંધ કરી તેને એક બાઉલમાં સુપ કાઢી ઉપર થી થી થોડી મલાઈ અને ઘી મા શેકેલ બ્રેડ ના ટુકડા નાખી સવઁ કરવુ.

  3. 3

    આ સુપ મેં બટર ની જગ્યાએ ઘી અને ક્રીમ ની જગ્યાએ તાજી મલાઈ નો ઉપયોગ કરીને બનાવ્યો છે, અને ટેસ્ટી પણ ખૂબ જ થયો છે તમે પણ આ રીતે બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર
Navasari

Similar Recipes