ખજૂર ની લોલીપોપ (Khajur Lolipop Recipe in Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#KS2
ખજૂર ખુબ જ સ્વાથ્યવર્ધક છે.ખજૂર ના ફાયદા તો બહુ જ છે જેમ કે ખજૂર થી હિમોગ્લોબીન વધે છે તેમજ લોહી ની ઉણપ હોય તો દૂર થાય છે. તેમાં કેલ્સિયમ , વિટામિન, પ્રોટીન ભરપૂર છે. નાના બાળકો માટે પણ ખુબ જ હેલ્થી છે. આંખો નું તેજ પણ વધે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
15 નંગ
  1. 250 ગ્રામ- ખજૂર
  2. 1/2વાડકી - બદામ
  3. 1/2 વાડકી- કાજુ
  4. 1/2વાડકી - શેકેલા શીંગદાણા
  5. 3 ચમચી- મગજતરી
  6. 1/2 વાડકી- કોપરા નું છીણ
  7. 3 ચમચી- ઘી
  8. ગાર્નીસીંગ માટે થોડા મોરા પિસ્તા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી રેડી કરો.

  2. 2

    ત્યાર બાદ ખજૂર બી વગર નું હોય તો સમારી ને રાખો અને બી વાળું હોય તો બી કાઢી સમારી બાઉલ માં લો. કાજુ અને બદામ ને તાવડી માં તેલ વગર શેકી લો.શીંગદાણા ના પણ છોતરા ઉખાડી રાખો.

  3. 3

    હવે શીંગદાણા ને કટર માં કરો કાજુ બદામ અને મગજતરી ને પણ કટર માં કરો. કોપરા નું છીણ પણ લો.

  4. 4

    હવે તાવડી માં ઘી લઇ સમારેલા ખજૂર નાખી સાંતળી 2-3 મિનિટ પછી તેમાં કટર માં કરેલા શીંગદાણા, કાજુ, બદામ અને મગજતરી અને કોપરા નું છીણ પણ નાખી 2મિનિટ પછી ગેસ બંધ કરો.

  5. 5

    હવે મિશ્રણ ઠંડુ થાય પછી લોલીપોપ ની જેમ શેપ આપી ડીશ માં ગોઠવો. પિસ્તા થી ગાર્નીસીંગ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ લોલીપોપ. જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવી ખજૂર ની લોલીપોપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes