પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week22
#sauce
#cookpadgujarati
કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મીનીટ
1 બાઉલ બનાવવા
  1. 5-6મીડિયમ સાઇઝના ટામેટાં
  2. 2 tbspઓલીવ ઓઈલ
  3. 2મીડિયમ સાઇઝની ડુંગળી
  4. 5-6કળી લસણ
  5. 1 tspમરી પાઉડર
  6. 2 tspરેડ ચીલી ફ્લેક્સ
  7. 2 tspઓરેગાનો
  8. 1 tspવિનેગાર
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    ટમેટાને ચોખ્ખા પાણીથી ધોઇને તેમાં ઉપરની સાઈડ ચપ્પુથી ક્રોસ માં કટ કરવાનું છે. કડાઈમાં પાણી ઉકાળી તેમાં ટમેટાને બે-ત્રણ મિનિટ માટે બોઈલ કરવાના છે ત્યાર બાદ તેને ઠંડા પાણી માં દસ મિનીટ માટે રાખવાના છે.

  2. 2

    હવે ટામેટાં ની છાલ ઉતારી લેવાની છે. ત્યારબાદ ચપ્પુથી તેને મોટા ટુકડામાં ચોપ કરી મિક્સર મા તેની પ્યુરી કરી લેવાની છે.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ડુંગળી અને લસણ ઉમેરી તેને સાતળી લેવાના છે. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ટમેટાની પ્યુરી ઉમેરવાની છે અને તેને ચાર પાંચ મિનિટ માટે કુક થવા દેવાની છે.

  4. 4

    હવે તેમાં મરી પાઉડર, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવાનું છે અને ફરી આ સોસ થોડો થીક થાય ત્યાં સુધી તેને કુક કરવાનો છે.

  5. 5

    હવે તેમાં વિનેગાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક કરવાનો છે.

  6. 6

    સોસ સાવ ઠરી જાય એટલે તેને કાચની જારમાં ભરી એકાદ મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકીએ. આ સોસ નો ઉપયોગ પિઝાની સાથે પાસ્તા બનાવવા માટે પણ કરી શકાય છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes