પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 બાઉલબટાકાનો માવો
  2. 1ગાજર
  3. 1કેપ્સિકમ
  4. 1/2 બાઉલ વટાણા
  5. 1 ચમચીઆદુ,મરચાની પેસ્ટ
  6. 1 ચમચીલસણ
  7. 2 ચમચીધાણા
  8. 8-10 નંગપાપડ
  9. 2-3 ચમચીમેંદો
  10. તેલ
  11. પાણી
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1/૨ ચમચી હળદર
  14. 1/2 ચમચીમરચું
  15. 1/2 ચમચીધાણા જીરું
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 1/2 ચમચીઆમચુર પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું મૂકો હવે તેમાં હિંગ નાખી દો હવે તેમાં આદુ,મરચાં અને લસણ ની પેસ્ટ નાખીને સાંતળો

  2. 2

    હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ,ગાજર અને વટાણા નાખીને હલાવો બરાબર ચડી જાય એટલે તેમાં બટાકાનો માવો નાખો.

  3. 3

    હવે તેમાં બધા મસાલા નાખી દો. અને ઉપરથી ધાણા ભભરાવી દો. હવે બરાબર મિક્સ કરીને એક પ્લેટમાં ઠંડુ થવા કાઢી લો

  4. 4

    એક બાઉલમાં 3 ચમચી મેંદા નો લોટ લો.તેમાં ત્રણથી ચાર ચમચી પાણી રેડો અને જાડી પેસ્ટ બનાવો હવે એક ડીશમાં પાણી લો તેમાં નાની સાઈઝના પાપડ ને બોરી ને કાઢી લો. પાપડને વચ્ચેથી કટ કરી દો.

  5. 5

    હવે તેની આજુબાજુ ફરતે મેદાની પેસ્ટ લગાવી દો વચ્ચે બટાકાનું પુરણ મૂકો હવે તેને કાપેલા ભાગ થી વાળો હવે તેને ફરી વાળો હવે તેને ત્રીજી વાર વાળો

  6. 6

    હવે તેને બરાબર ચોટાડી દો આ રીતે બધા સમોસા તૈયાર કરી દો હવે તેલને ધીમા તાપે ગરમ થવા દો.

  7. 7

    હવે તેને ધીમા તાપે તળી લો.અને ગરમાગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો

  8. 8

    તો તૈયાર છે.પાપડ ના સમોસા અચાનક મહેમાન આવતા ખૂબ જલ્દી તૈયાર થતાં પાપડ ના સમોસા બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes