ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#GA4
#week24
જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા

ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)

#GA4
#week24
જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ્સ
3 વ્યકતિ માટે
  1. 500 ગ્રામનાની બટાકી
  2. 3 ચમચીતેલ વઘાર માટે
  3. 200 ગ્રામભૂંગળા પાઇપ
  4. ભૂંગળા તળવા માટે તેલ
  5. 50 ગ્રામખાટી આંબલી
  6. લસણની ચટણી માટે
  7. 75 ગ્રામસૂકું લસણ
  8. 4 ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. 2 ચમચીધાણાજીરું
  10. 2 ચમચીતેલ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ગાર્નિશીંગ માટે લીલા ધાણા - લીલુંલસણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને કુકર માં બાફી લેવા.વધારે બફાય ના જાય તેનું ધ્યાન રાખવું

  2. 2

    લસણ ની ચટણી માટે મિક્સિજાર માં લસણ,કાશ્મીરી મરચું,ધાણાજીરું,મીઠું,2 ચમચી તેલ નાખી વાંટી લેવું.ચટણી તૈયાર.આંબલી ને ગરમ પાણી માં પલાળવી.

  3. 3

    આંબલી પલળી જય એટલે પલ્પ કાઢી લેવો. વાટેલી લસણની ચટણી આંબલી ના પલ્પ માં મિક્સ કરવી.

  4. 4

    એક પેન માં તેલ મૂકી તૈયાર કરેલું મિશ્રણ હિંગ નાખી ને વધારવું

  5. 5

    જરૂર લાગે તો 1-2 ચમચી જેટલું પાણી ઉમેરવું.લસણ અને મસાલો સંતળાય જાય એટલે બટાકા નાખી બરાબર મિક્ષ કરી થોડી વાર થવા દેવું.ઉપર થી લીલાધાણા અને લીલા લસણ થી ગાર્નિશીંગ કરવું

  6. 6

    બટાકા તૈયાર છે.હવે એક પેન માં તેલ મૂકી ને ભૂંગળા ને તળી લેવા.હવે ચટાકેદાર ભૂંગળા બટાકા ખાવા ની મજા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes