શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૪ લોકો
  1. ૧ વાટકીમેંદો
  2. ૧ ચમચીકૉનફલોર
  3. ૨ ચમચીદહીં
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૧ નાની વાટકીખાંડ
  6. ૪-૫ ઇલાયચી
  7. ૧/૪ ચમચીફુડ કલર
  8. ચપટીખાવાનો સોડા
  9. જરૂર મુજબ પાણી
  10. તળવા માટે ઘી
  11. ચપટીમીઠું
  12. સજાવટ માટે પીસ્તા

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચાસણી બનાવવા માટે એક વાસણમાં ૧ વાટકી ખાંડ અને પાણી નાખો. પછી તેમાં ફુડ કલર ઉમેરી હલાવો.

  2. 2

    પછી ચાસણીને થોડી વાર ઊકળવા દો. ચાસણી થોડી ઘટ્ટ થાય પછી તેમાં ઇલાયચી ને વાટીને નાખવી. હવે ચાસણી તૈયાર છે તેને ઠંડી થવા દો.

  3. 3

    હવે આપણે જલેબી બનાવવા માટેનું ખીરું તૈયાર કરીયે. એક વાસણમાં મેંદો, કૉનફલોર, દહીં, ખાવાનો સોડા, હળદર, ચપટી મીઠું અને જરૂર મુજબ પાણી નાખો અને ખીરું તૈયાર કરો.

  4. 4

    જલેબી બનાવવા માટે નું ખીરું ખૂબ પાતળું કે બહુ જાડું નહિ થાય તેનું ધ્યાન રાખવું. મધ્યમ રાખવું અને એક ટોમેટો કૅચઅપ ની બોટલ માં ભરી લેવું.

  5. 5

    હવે એક વાસણમાં ઘી મુકવું. ઘી ગરમ થઈ જાય પછી તેમાં બોટલ ની મદદથી જલેબી બનાવવી. બંને બાજુએ ઘીમાં તળવી.

  6. 6

    જલેબી તળાઈ જાય પછી તેને તરત જ ચાસણીમાં નાખવી અને ૨-૩ મિનિટ સુધી રાખવી. પછી તેને બહાર કાઢી લો.

  7. 7

    જલેબી ખાવા માટે તૈયાર છે. તેને પિસ્તાથી સજાવો અને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

Similar Recipes