મેથી-લસણ ના રોટલા (Methi Lasan Thepla Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ વાટકો બાજરા નો લોટ
  2. ૧/૨ ગ્લાસપાણી
  3. ૩-૪ ચમચીમેથી
  4. ૨-૩ ચમચીલીલું લસણ અથવા
  5. ૧ ચમચીસૂકું લસણ
  6. મીઠું સ્વાદપ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ ને ચાળી ને લઈ લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું,લસણ,મેથી અને પાણી નાખી ને લોટ મિક્સ કરી લો.

  3. 3

    પછી તેને હથેળી દ્વારા બરોબર મસળી લો.અને ત્યાં સુધીમાં ગેસ પર તાવડી પણ તપવા મૂકી દો.

  4. 4

    ત્યારબાદ લોટને હાથ માં લઈને ઘડી લો.ઘડતાં ન ફાવે તો પાટલા પર થાબડી ને પણ કરી શકો.

  5. 5

    રોટલો ઘડાય એટલે તાવડી માં નાખો.અને અને એને મીડિયમ તાપથી ચડવા દો.

  6. 6

    આગળની બાજુ ચડે એટલે ઉલ્ટાવી ને બીજી બાજુ ચોડવી લો.

  7. 7

    તે બાજુ કડક થાય એટલે ફરી ઉલ્ટાવી ને તેના પર થોડો પાણી વાળો હાથ ફેરવી લો.અને રોટલો શેકાઈ એટલે ઉતારી લો.

  8. 8

    અને રીંગણ નો ઓળો,શાક કે કઢી ની સાથે આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes