દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૪વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ અડદ ની દાળ
  2. ૨૫૦ ગ્રામ મગ ની છડી દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૭૦૦ ગ્રામ મીઠું દહીં
  6. ૧ વાડકીખજૂર આમલીની ની ચટણી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૩ ચમચીશેકેલ જીરું નો પાઉડર
  9. ૨ ચમચીમરી પાઉડર
  10. ૨ ચમચીમરચું પાઉડર
  11. તેલ તળવા માટે
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ બને દાળ ને અલગ અલગ ધોઈ ને ૩ થી ૪ કલાક પલાળી રાખો. પછી તેને પાણી વગર જ અલગ અલગ પિસ્વી ને પછી એક વાસણ માં બને દાળ ને ભેગી કરવી.

  2. 2

    બને દાળ એક દમ મિક્સ થઈ જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું ને આદુ મરચા ની પેસ્ટ મૂકવી ને બધું મિક્સ કરવું. પછી બીજી બાજુ તેલ ગરમ કરવા માટે મૂકવું ને પછી તેમાં બનાવેલ મિશ્રણ માં થી વડા તેલ માં તળવા માટે મૂકવા.

  3. 3

    વડા બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા. બધા વડા આવી જ રીતે તળી ને તૈયાર કરવા. પછી બીજી બાજુ એક તપેલા માં પાણી ગરમ કરવા માટે મૂકવું. પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દેવો ને પછી બધા તળેલા વડા ગરમ પાણી માં મૂકી ને વાસણ ઢાંકી દેવું. ૧૫ થી ૨૦ મિનિટ સુધી વડાને પાણી મા જ રાખવા.

  4. 4

    ત્યાં સુધી માં મીઠું દહીં ને ખજૂર આંબલી ની ચટણી તૈયાર કરી લેવી. પછી વડા ને પાણી મા થી કાઢી ને બધું પાણી નીકળી જાય તેટલા નિતારી ને જે પ્લેટ માં સર્વ કરવા ના છે તેમાં ગોઠવવા.

  5. 5

    હવે વડા ને મીઠા દહીં ઘી કવર કરી લેવા. પછી ઉપર મીઠી ચટણી,. મરચું પાઉડર, મીઠું, મરી પાઉડર ને શેકેલ જીરું પાઉડર ને કોથમીર છાંટી ને ઠંડા કરવા મૂકવા ને પછી ઠંડા ઠંડા દહીં વડા સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes