દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 1 કપમગ ની મોગર દાલ
  2. 2 કપઅડદ ની દાલ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ ફ્રાય કરવા માટે
  5. 1 લીટર દહીં (જરૂર પ્રમાણે લઇ શકો)
  6. 1/2 કપખાંડ
  7. જીરું શેકેલૂ જરુર મુજબ
  8. ખજૂર આંબલી ની ચટણી જરુર મુજબ
  9. કોથમીર ફૂદિના ની ચટણી જરુર મુજબ
  10. કાજુ,કિશમિષ જરૂર મુજબ
  11. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  12. દાડમ નાં દાણા જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાલ, મગ ની દાલ ને બનેં ને 2-3 પાણી થી ધોઈ ને જરુર મુજબ પાણી એડ કરી અલગ અલગ 6-7 કલાક પલાળી લો.હવે તેને અલગ અલગ પીસી લો.પાણી નિતારી ને પીસવું.લીલું મરચું એડ કરવું હોઇ તો કરી શકાય.

  2. 2

    હવે એક મોટા બોલ માં બનેં દાલ લઇ મિક્સ કરી ને તેને એક જ દિશા માં ફેટી લો.તેને 30-45 મિનીટ માટે રહેવા દો.હવે ગરમ તેલ માં તેનાં વડા બનાવી લો.તેને મીડીયમ ટૂ હાઇ ફલેમ ઉપર ફ્રાય કરવા.

  3. 3

    એક મોટા બોલ માં ઠંડું પાણી એડ કરી વડા ને થોડી વાર માટે બોળી ને રાખો.હવે વડા ને હળવા હાથે દબાવીને તેનુ પાણી નિતારી લો.પછી તેને સર્વ કરવા માટે ઉપયોગ માં લેવા.(મેં પાણી નિતારેલા વડા ને 2 કલાક માટે ફ્રિજ માં રાખ્યા હતાં)

  4. 4

    દહીં માં ખાંડ,મીઠું એડ કરી ને બ્લેન્ડર થી બલેન્ડ કરી લો.હવે જીરું ને ધીમી આંચ ઉપર શેકી લો.ઠંડું કરીને તેને પીસી લો.

  5. 5

    હવે પ્લેટ માં વડા મુકી તેની ઉપર દહીં એડ કરી ઉપર શેકેલૂ જીરું પાઉડર,લાલ મરચું, દાડમ નાં દાણા,કાજુ,કિશમિષ,બનેં ચટણી એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (29)

Similar Recipes