હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. ખીરા માટે
  2. ૨૦૦ ગ્રામ ચોખા
  3. ૧૦૦ ગ્રામ અડદ દાળ
  4. ૧ ચમચીમેથી
  5. ૨ ચમચીચણા દાળ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. સૂકા મસાલા માટે
  8. અડદ દાળ ૨ ચમચી,રાઈ ૧/૨ ચમચી સૂકા ધાણા ૧ ચમચી,
  9. ૩ નંગઆખા લાલ મરચાં
  10. ૧/૨ ચમચીજીરું
  11. ૧/૨ ચમચીમેથી
  12. કાકડા આંબલી
  13. કળી સૂકું લસણ
  14. મીઠો લીમડો
  15. ચપટીહિંગ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. ઉપમા માટે
  18. 1/2 વાડકીસોજી
  19. ૪ ચમચીતેલ
  20. ચપટીરાઈ
  21. માવા માટે
  22. ૨ નંગડુંગળી
  23. ૨ નંગકેપ્સિકમ મરચાં
  24. ૩ નંગટામેટા
  25. ૧૦૦ ગ્રામ બટર
  26. લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને ચણા દાળ અડદ દાળ ને બે ત્રણ વાર ધોઈ ને તેમાં મેથી ઉમેરી ૫ થી ૭ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સર મા પીસી લો તેમાં મીઠું નાખી તપ માં બે કલાક રહેવા દો આથો આવી જશે ખીરૂ તૈયાર

  2. 2

    એક પેન ગરમ કરવા મૂકો તેમાં ચણા દાળ અડદ દાળ મેથી રાઈ
    આખા ધાણા આંબલી મીઠો લીમડો હિંગ મીઠું લાલ આખા મરચાં લસણ જીરું બધું ધીમા તાપે સેકી લો ત્યાર બાદ તેને ઠંડુ થવા દો ઠંડુ થયા બાદ મિક્સર મા બારીક પીસી લો તમારો મસાલો તૈયાર

  3. 3

    એક પેન મા તેલ લઈ રાઈ નો વઘાર કરો તેમાં ધીમા તાપે સોજી ને સેકી લો સેકાઈ જાય પછી સોજી કરતા દસ ઘણું પાણી ઉમેરો થોડું મીઠું નાખો સેજ ઘટ્ટ થાય એટલે ઉતારી લો
    આ ઉપમા નાસ્તા માં લઈએ છે તેવી બનવા ની નથી સેજ લીકવિડ રાખો ઉપમા તૈયાર

  4. 4

    ડુંગળી ટામેટા અને કેપ્સિકમ ને બારીક સુધારી લો

  5. 5

    ઢોસા નો તવો ગરમ મૂકો
    તાપી જાય પછી સેજ પાણી છાંટો કારણ કે ઢોસા નું ખીરૂ પાથરો ત્યારે તવો ગરમ ના હોવો જોઈએ ખીરૂ નાખી તેમાં પાથરો પછી ઢોસા ને સુકાવા દો.

  6. 6

    ત્યાર બાદ જ તેમાં બે ચમચી ઉપમા મૂકો બટર મૂકો અને બનાવેલો સુકો મસાલો ૨ ચમચી નાખી બધું મિક્સ કરી આખા ઢોસા પર પાથરી દો તેને ધીમા તાપે કડક થવા દો તેના ઉપર ડુંગળી મરચા ટામેટા ધાણા પાથરો અને થવા દો ઢોસા તવા પર થી જાતેજ છુટી પડશે તમારો ઢોસા તૈયાર

  7. 7

    તેને મનગમતા આકાર માં વાળી લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jignasha JaiminBhai Shah
પર

Similar Recipes