🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week25
રોટી રેપ જે ખૂબ ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી અને હેલ્ધી.નાના બાળકોને તો ભાવે જ પણ મોટા ને પણ ખૂબ જ ભાવે એવી વાનગી છે.

🌯રોટી રેપ (Roti Wrape Recipe In Gujarati)

#GA4
#Week25
રોટી રેપ જે ખૂબ ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.અને ટેસ્ટ માં પણ એકદમ યમ્મી અને હેલ્ધી.નાના બાળકોને તો ભાવે જ પણ મોટા ને પણ ખૂબ જ ભાવે એવી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩-૪રોટલી
  2. ૧/૨ કપકોબી (પાતળી સમારેલી)
  3. ૧/૨ કપગાજર (ખમળેલું)
  4. ૧/૨ કપમકાઈ ના દાણા (બાફેલી)
  5. મીડિયમ ડુંગળી(પાતળી સમારેલી)
  6. ટામેટાં સ્લાઈસ કરેલા
  7. લાલ કે લીલા મરચા સમારેલા
  8. ૨ ચમચીકોથમીર
  9. ૩-૪ ચમચીબટર
  10. ૩ ચમચીમેયોનિઝ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ ચમચીજેટલો તીખાનો ભૂકો
  13. ૧/૨ કપમોઝરેલા ચીઝ અથવા રેગ્યુલર ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં કોબી,ગાજર,મરચા અને કોથમીર મિક્સ કરી દો.અને તેમાં 1/2 મેયોનિઝ અને ચપટીક મીઠું અને થોડો તીખાનો ભૂકો નાખી બરાબર હલાવી બધું મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ રોટલી ને પાટલા પર રાખી છરીથી વચ્ચેથી પીક માં બતાવ્યા પ્રમાણે કટ કરી લો.

  3. 3

    હવે તેમાં એકબાજુથી વેજિટેબલ્સ નું મિશ્રણ પાથરી દો.તેની બાજુમાં નીચે મેયોનિઝ લગાડી ને તેના પર મકાઈ મુકો.તેમ જ બાજુમાં ટામેટાં અને મોઝરેલા ચીઝ રાખી દો.અને ઉપર ચપટીક મીઠું ને તીખાનો ભૂકો ભભરાવી દો.

  4. 4

    ➡️મેં આમા ત્રનેય રેપ અલગ-અલગ રીતે કર્યા છે.

  5. 5

    ત્યારબાદ તેને પીકમાં બતાવ્યા પ્રમાણે તેને વાળી લો.

  6. 6

    પછી એક ગ્રીલપેન માં બટર મૂકી ને બંને બાજુ શેકી લો.

  7. 7

    અને સોસ સાથે ગરમ-ગરમ સર્વ કરો.

  8. 8

    ➡️આમા તમને ગમતી બીજા વેજિટેબલ્સ કે બીજી સામગ્રી પણ લઈ શકો છો.
    *➡️અને ડુંગળી ન ખાતા હોઈ તો અવોઇડ પણ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes