પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

*પાણીપુરીમાં કોરોનાની રસી મિક્સ કરો.. ફક્ત બે જ દિવસમાં ગુજરાતની ૯૫ ટકા મહિલાઓને રસી મુકાઈ જાય.*😅😅
આ જોક્સ જ આપણે મહિલાઓને પાણીપુરી કેટલી હદે પ્રિય છે એ બતાવવા માટે પૂરતો છે. કોઈપણ મહિલા હોય તે પાણીપુરી ખાવાની ના પાડી જ ન શકે પાણીપુરી એટલે લગભગ તમામ યુવતીઓની પ્રિય વાનગી એ પાણીપુરી કોરોના ના કાળમાં ઘરે બનાવવાની મોટાભાગની મહિલાઓ શીખી લીધી હશે કારણ કે બીજું બધું બંધ થઈ જાય તો ચાલે પણ પાણીપુરી વિના કેમ ચાલે??
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
*પાણીપુરીમાં કોરોનાની રસી મિક્સ કરો.. ફક્ત બે જ દિવસમાં ગુજરાતની ૯૫ ટકા મહિલાઓને રસી મુકાઈ જાય.*😅😅
આ જોક્સ જ આપણે મહિલાઓને પાણીપુરી કેટલી હદે પ્રિય છે એ બતાવવા માટે પૂરતો છે. કોઈપણ મહિલા હોય તે પાણીપુરી ખાવાની ના પાડી જ ન શકે પાણીપુરી એટલે લગભગ તમામ યુવતીઓની પ્રિય વાનગી એ પાણીપુરી કોરોના ના કાળમાં ઘરે બનાવવાની મોટાભાગની મહિલાઓ શીખી લીધી હશે કારણ કે બીજું બધું બંધ થઈ જાય તો ચાલે પણ પાણીપુરી વિના કેમ ચાલે??
રાંધવાની સૂચનાઓ
- 1
સવારે ચણા પલાળી દો.8 કલાક પલાળો.સાંજે કુકરમાં બાફવા મૂકો.6સીટી કરો.પાણી નિતારી લો. બટાકાની છાલ ઉતારી તેને સમારી લો.
- 2
ખજૂરના ઠળિયા કાઢી પેશી અલગ કરો. તેની અંદર 1ગ્લાસ પાણી ઉમેરી તેમાં 1લીંબુ નો રસ, ધાણાજીરૂ,મીઠું, મરચા પાઉડર ઉમેરી બ્લેન્ડર વડે બ્લેન્ડ કરો. હવે લસણ ફોલી તેમાં મરચુંપાવડર,મીઠું ઉમેરી તીખી ચટણી તૈયાર કરો
- 3
હવે ડુંગળી સમારીને રેડી કરો.બી તળી લો.સેવ બાઉલ માં કાઢી લો. લીલી ચટણી માટે તીખા મરચા, ધાણા ભાજી, આદુ, ફુદીનો મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી મિક્સર માં ક્રશ કરો.તેમાં જરૂર મુજબ 4કે 5ગ્લાસ પાણી ઉમેરી ફ્રીઝ માં મૂકો. ઠંડું પાણી પાનીપુરીમાં ખાવાની ખુબજ મજા આવે છે.
- 4
પુરીમાં કાણું કરી તેમાં ચણા બટાકા ડુંગળી તળેલા બી સેવ લાલ લીલી અને ખજૂર ની ચટણી ઉમેરી પાણીપુરી ની મજા માણો.
Similar Recipes
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriઆજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પૂરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ Vidhi V Popat -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
ચટાકેદાર પાણીપુરી નામ સાંભળતા જ નાના-મોટા સૌને ખાવાનું મન થઈ જાય છે. Jayshree Doshi -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
પાણીપુરી (panipuri recipe in gujarati)
#વેસ્ટ# વીક ૨#સાતમપાણીપુરી નું નામ સાંભળતા જ દરેક ના મોમાં પાણી આવી જાય છે...પાણી પૂરી ગુજરાતીઓ સહિત દેશભરના લોકોનું ફેવરિટ ફૂડ બની ગયું છે. હાલતા ચાલતા ગમે ત્યારે ખવાય એવું આ ચટ્ટાકેદાર ફૂડ મહિલાઓનું ફેવરિટ ગણાતું પરંતુ હવે તો પુરુષો અને બાળકો પણ પાણી-પૂરી હોંશેહોશ ખાય છે ...હું તો પાણીપુરી માટે ક્યારે ના પાડતી નથી...ગમે ત્યારે ખાવા રેડી....તો ચાલો આજે હું પાણીપુરી નું પાણી ની રેસિપી લય ને આવી છું. જે બજારમાં અલગ અલગ ફ્લેવર માં મળે છે. પણ મારી રેસીપી માં બધા ફલેવર નું મિશ્રણ છે. તો ...એન્જોય એન્ડ ટ્રાય this recipy .. Twinkal Kalpesh Kabrawala -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
બાસ્કેટ પૂરી (Basket Puri Recipe in Gujarati)
બાસ્કેટ પૂરી બધી મહિલાઓ માટે પ્રિય છે. illaben makwana -
ફાયર રગડા પાણીપૂરી (Fire Ragda Panipuri Recipe In Gujarati)
#EB#Week7Weekand recipeફાયર પાણીપુરી રગડા પાણીપૂરીપાણીપુરીમાં રગડા ફ્લેવર ખુબ જ સરસ લાગે છે અને ફાયર પાણીપુરી અત્યારે ખુબજ ટ્રેન્ડમાં છે તો આપ પણ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
પાણીપૂરી
#SFC#COOKPADGUJRATI#COOKPADINDIAસુરતમા પાણીપુરી આર ડી શર્મા ની ફેઈમસ છે. આમ તો બધે જ સરસ મળે છે,પણ ચોપાટીની આર ડી શર્મા ની પાણીપુરી નો સ્વાદ ખુબ સરસ છે. sneha desai -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
-
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
-
પાણીપુરી પરોઠા (PaniPuri Paratha Recipe In Gujarati)
#GA4#Week1પાણીપુરી એ તો સૌ ની પ્રિય છે પણ એમાંથી કાંઇક આજે નવું બનાવીએ સ્વાદ તો પાણીપુરી નો જ હો...તિખોતમતમતો આ આઈડિયા મારી little princess એ આપ્યો છે તો ચાલો માણીએ પાણીપુરી પરોઠા😋🥘 Hemali Rindani -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#MBR1પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURIપાણીપુરીદરેકને ભાવતું અને મનગમતું ચટપટું નાસ્તામાં પણ ચાલે અને રાત્રે ડિનરમાં પણ ચાલે Jalpa Tajapara -
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26અહીં મે નીરુજી ની રેસીપી મા થોડા ફેરફાર કરી પાણીપુરી બનાવી છે.તેમણે લસણ અને ડુંગળી નો ઉપયોગ કરેલ છે. અને મે અહી ઉપયોગ કરેલ નથી.તેમજ તેમણે પાણી પૂરી ના પાણી નો મસાલો રેડી લીધો છે અને મે ઘરે જ બનાવ્યો છે. Krupa -
રગડા પાણીપૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#Mumbai_Streetstyle_Ragda_Paanipuri પાણીપુરી નું નામ સાંભળતાની સાથે જ દરેક ના મોંમાં પાણી આવી જાય છે. પાણીપૂરી નાના બાળકો થી લઈને વૃદ્ધ એમ દરેક લોકો ને પસંદ હોય છે. તમે પણ ઘણી વખત પાણી પૂરી ખાતી જ હસે. આ એક સરળ અને સ્વાદિસ્ટ બ્રેકફાસ્ટ છે. પરંપરાગત રીતે પાણીપુરી ની અંદર ભરવામાં આવતો મસાલો બાફેલા બટાકા, ફુદીના મરચાની તીખી ચટણી, હિંગ અને સંચળ ભેળવી ને તૈયાર કરવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીપુરી માં આવા સૂકા મસાલા ના બદલે અન્ય વાનગી, રગડા પેટીસ નો રગડો ભરી ને વેચવામાં આવે છે. જેને અલગ અલગ સ્વાદ વાળા પાણી સાથે ખાવા માં આવે છે. જેમ કે આંબલી નું પાણી, લસણ નું પાણી, જલજીરા નું પાણી, લીંબુ નું પાણી અને ખજૂર નું પાણી વગેરે ...આ પાણીપુરી માં નાખવામાં આવતા જુદાં જુદાં ઘટકો ને કારણે એનો સ્વાદ તો જોરદાર હોય જ છે પણ સાથોસાથ આરોગ્ય લાભ પણ થાય છે. જો યોગ્ય લિમિટ માં પાણીપુરી ખાવામાં આવે તો એના ઘણા ફાયદાઓ પણ છે. પાણીપુરી નું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે કે જેના સેવન થી એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ દૂર રહે છે. પાણીપુરી ના સેવનથી પાચનક્રિયા સુધરે છે...મને તો જો પાણીપુરી ખાવાનું કહે તો હું એકસામટી પચાસ નંગ જાપટી જાવ...😋🤣🤪😜 Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (8)